કોંગ્રેસ આપને ડર કોનો લાગે છે મુસ્લિમોના મત જોઈએ છે ઉમેદવાર નહીં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગુજરાતને ભલે હિન્દુ-પોલિટિક્સની ”પ્રયોગશાળા” કહેવાય પરંતુ ત્યાં મુસ્લીમ વોટ્સનું મહત્વ જરા પણ ઓછું નથી. રાજયમાં ૧૧૭ બેઠકો ઉપર ૧૦ ટકાથી વધુ મતદારો ધરાવતો મુસ્લીમ વર્ગ કોઈ પણ પાર્ટીનું તકદીર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે. તેથી જ કોંગ્રેસ આમ આદમી પાર્ટી (આપ) એઆઈએમઆઈએમથી શરૂ કરી ભાજપ સુધી સૌ કોઈ વધુમાં વધુ મુસ્લીમ મત ઈચ્છે છે. તો બીજી તરફ મુસ્લીમોમાંથી ઉમેદવાર તરીકે ઊભા રાખતા દૂર ભાગે છે તેવું લાગે છે.

આ વિધાનસભા ચુંટણીમાં કુલ મળી આશરે ૫૦૦ ઉમેદવારોનાં નામ જાહેર થયા છે. ૨૦૧૭ ની જેમ જ ભગવા-પાર્ટીએ એક પણ મુસ્લીમ ઉમેદવાર ઊભો નથી રાખ્યો. કોંગ્રેસે ૧૪૦ ઉમેદવારોનાં નામ વિધાનસભા-ચૂંટણીઓ માટે જાહેર કર્યા છે. પરંતુ હજી સુધીમાં માત્ર ૬ મુસ્લીમોને જ ‘ટિકીટ’ આપવામાં આવી છે.

આશ્ચર્ય તો તે વાતનું છે કે ગુજરાતમાં મુસ્લીમો ઓવૈસી કરતા ભાજપને વધુ પસંદ કરે છે.

આથી પણ વધુ આશ્ચર્યની વાત તો તે છે કે ગુજરાતમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી લડનારા ‘આપે’ પણ હિન્દુત્વના મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નોટો ઉપર લક્ષ્મી અને ગણેશના ફોટા છાપવાની માગણીથી શરૂ કરી, ”સમાન-નાગરિક-ધારા”નું પણ સમર્થન કર્યું છે. આપે હજી સુધીમાં ૧૫૭ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. દિલ્હીમાં મુસ્લીમ-વૉટર્સની ફેવરિટ આપે ગુજરાતમાં માત્ર બે ઉમેદવારો જ લઘુમતિમાંથી ઉભા રાખ્યા છે. આમ કુલ ૮ મુસ્લીમ ઉમેદવારો, તે ત્રણે પક્ષોએ મળીને મેદાનમાં ઉતાર્યા છે. હકીકત તે છે કે, રાજયમાં મુસ્લીમો ૯ ટકા છે.

રાજકીય તજ્જ્ઞાોની વાત માનીએ તો ગુજરાત સાંપ્રદાયિક રૂપે ઘણું જ સંવેદનશીલ છે. માટે ગુજરાતમાં ધુ્રવીકરણથી બચવા માટે કોંગ્રેસે પૂર્વેની કેટલીએ ચૂંટણીઓમાં વધુ મુસ્લીમ ઉમેદવારો ઉતાર્યા જ નથી. આ આશંકાથી જ ”આપે” હજી સુધીમાં ૨ મુસ્લીમ ઉમેદવારો જાહેર કર્યા છે. આ વખતે તો એઆઈએમઆઈએમ પણ મેદાનમાં છે. અસદુદ્દીન ઓવૈસી ત્રણ ડઝન જેટલા મુસ્લીમ ઉમેદવારો મુસ્લીમ બહુમતીવાળા વિસ્તારોમાં ઊભા રાખવા માગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.