ત્રણ માસના નીચલા સ્તરે રીટેલ ફુગાવો ઘટીને ૬.૭૭ ટકા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવાને કારણે ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો ઘટીને ૬.૭ ટકા જ્યારે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૮.૩૯ ટકા થયો છે. જથ્થાબંધ ફુગાવો છેલ્લા ૧૯ મહિનાની નીચલી સપાટી જ્યારે રીટેલ ફુગાવો છેલ્લા ૩ મહિનાની નીચલી સપાટીએ આવી ગયો છે. સપ્ટેમ્બર, ૨૦૨૨માં રીટેલ ફુગાવો ૭.૪૧ ટકા હતો. આમ સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં રીટેલ ફુગાવામાં ઘટાડો થયો છે. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આંશિક રાહત મળી છે.ફુગાવાના આંકડા જાહેર કરતી વખતે નાણા મંત્રાલયે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ, આર્યન ઓર અને સ્ટીલના ભાવ ઘટવાને કારણે તથા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓને કારણે રીટેલમાં ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે.કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનાથી છ ટકાની સંતોષકારક સપાટીથી વધારે રહ્યો છે.નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના તાજેતરના આંકડા અનુસાર ઓક્ટોબરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૭.૦૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બરમાં ૮.૬ ટકા હતો. ઉલ્લેખનીય છે કે આરબીઆઇ નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યત્વે રીટેલ ફુગાવાને જ ધ્યાનમાં રાખે છે.આજે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના પણ આંકડા જાહેર કરવામાં હતાં. જે મુજબ ખાદ્ય, ઇંધણ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવ ઘટવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ઘટીને ૮.૩૯ ટકા નોંધવામાં આવ્યો છે. જે છેલ્લા ૧૯ મહિનાની નીચલી સપાટી છે.આ અગાઉ માર્ચ, ૨૦૧૯માં જથ્થાબંધ ફુગાવો ૭.૮૯ ટકા હતો. એપ્રિલ, ૨૦૨૧થી જથ્થાબંધ ફુગાવો સતત ૧૮ મહિના ડબલ ડિજિટમાં નોંધવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ૧૦.૭૯ ટકા હતો. ઓક્ટોબર, ૨૦૨૧માં જથ્થાબંધ ફુગાવો ૧૩.૮૩ ટકા હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.