કેજરીવાલ તેઓ આ કારણે નારાજ છે : અન્ના આવીને 4 થપ્પડ મારી દેશે તો ચાલશે

ચૂંટણી 2022
ચૂંટણી 2022

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ‘ગુરુ’ અન્ના હજારેને લઈને મોટી વાત કહી છે. દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડને લઈને અન્નાના પ્રહારો હેઠળ આવેલા કેજરીવાલે કહ્યું છે કે, તેઓ તેમનું ખૂબ સન્માન કરે છે અને તેમનો થપ્પડ ખાવા પણ તૈયાર છે. કેજરીવાલે અન્નાની નારાજગીનું કારણ ભાજપને ગણાવતા કહ્યું કે, હજારે ભોળા માણસ છે અને તેમના કાન ભરવામાં આવી રહ્યા છે. આપના સંયોજકે અનેક વખત દોહરાવ્યું કે, અન્ના સારા માણસ છે અને તેમના પ્રત્યે મનમાં ખૂબ જ સમ્માન છે.સોમવારે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં AAP સંયોજકે ભગવાનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, 2010 સુધી આ દેશમાં અરવિંદ કેજરીવાલને કોઈ જાણતું નહોતું. કોણ હતા કેજરીવાલ? અચાનક જ આટલું મોટું અન્ના આંદોલન થયું. અચાનક એક પાર્ટી આવી. અચાનક તે પક્ષ સત્તામાં આવ્યો. અચાનક તે પક્ષ બીજા રાજ્યમાં પણ સત્તામાં આવી ગયો. મેં પાછલા જન્મમાં કેટલાંક પુણ્ય કાર્યો કર્યા હશે કે, મને ભગવાનના આટલા બધા આશીર્વાદ મળી રહ્યા છે. આ મારા પ્રયત્નોથી નથી થઈ રહ્યું આ કોઈ દૈવી શક્તિ છે જેની કૃપા મારા પર થઈ છે.અન્નાનું નામ લીધા બાદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે, વૃદ્ધ આંદોલનકારી હવે તેમનાથી નારાજ કેમ છે. કેજરીવાલે કહ્યું કે, મને અન્નાજી માટે ખૂબ માન છે. તે ખૂબ જ દયાળુ માણસ છે, ખૂબ જ સારા માણસ છે પરંતુ આ જૂની પાર્ટી મારા વિરુદ્ધ તેમના કાન ભરે છે. તે કોંગ્રેસના સમયથી ચાલી રહ્યું છે જ્યારે અન્ના આંદોલન થયું હતું. ત્યારે આવું કોંગ્રેસ કરતી હતી અને હવે ભાજપના લોકો કરે છે. તેમને ઉલટું સીધુ બોલે છે અન્યથા અન્ના ખૂબ સારા માણસ છે હું તેમનો આદર કરું છું. મારા વિરુદ્ધ જે બોલે મને તેનાથી કોઈ ફરિયાદ નથી. તેઓ એક દિવસ બોલાવીને મને 4 થપ્પડ મારશે તો હું તે પણ ખાવા તૈયાર છું.આમ આદમી પાર્ટી અન્ના હજારેના નેતૃત્વમાં દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની જ ઉપજ છે. આંદોલન બાદ કેજરીવાલના નેતૃત્વમાં રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, અન્ના આ માટે સહમત ન હતા અને તેઓ ક્યારેય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે AAPમાં જોડાયા નહોતા. તાજેતરમાં દારૂ કૌભાંડના આરોપો વચ્ચે અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ સત્તાના નશામાં ડૂબી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.