સુપ્રીમ: બળજબરીથી દેશની જનતાં ને ધર્માંતરણ માટે જોખમી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બળજબરીથી થતા ધર્માંતરણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારનું ધર્માંતરણ ન માત્ર ધર્મની સ્વતંત્રતા પર અસર કરે છે સાથે સાથે રાષ્ટ્રની સુરક્ષા ઉપર પણ તેની અસર થાય છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ કેન્દ્ર સરકારને કહ્યું છે કે બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટે શું પગલા લઇ શકાય તે અંગે જવાબ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ આર શાહ, હિમા કોહલીની બેંચ દ્વારા એક જાહેર હિતની અરજીની સુનાવણી કરવામાં આવી હતી. આ જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક રાજ્યોમાં ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે. જેમાં બળજબરી, લાલચ દ્વારા ધર્માંતરણ થાય છે. આ પ્રકારના ધર્માંતરણને અટકાવવા માટે કડક કાયદો અને નિયમો હોવા જરૂરી છે. આ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોને આદેશ આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ આર શાહે કહ્યું હતું કે બળજબરીથી થતુ ધર્માંતરણ દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે બળજબરીથી થતા ધર્માંતરણની અસર ધર્મની સ્વતંત્રતા પર પણ જોવા મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે બળજબરી કે લાલચ આપી થતા ધર્માંતરણને અટકાવવા માટે અલગથી કાયદો ઘડી શકાય અથવા જે હાલ કાયદો છે તેમાં તેની અલગથી જોગવાઇ કરવામાં આવે. બેંચ આ દલિલો સાથે સહમત થઇ હતી અને હાલ કાયદો ઘડવા અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટમાં જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે અરજદાર અને ભાજપના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયના દાવાઓને લઇને સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે જે પણ દાવો કોર્ટમાં કરવામાં આવ્યો છે જો તે સાચો હોય તો આ અત્યંત ગંભીર મામલો છે. કેમ કે તેની સીધી અસર દેશની સુરક્ષાની સાથે સાથે નાગરિકોના ધર્મ અંગેની સ્વતંત્રતાના અધિકારો પર પણ થાય છે. અને તેથી કેન્દ્ર સરકારે આ દિશામાં યોગ્ય પગલા લેવા જોઇએ.સુપ્રીમ કોર્ટે બાદમાં કહ્યું હતું કે બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર શું પગલા લઇ શકે તે અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરે. આગામી ૨૨મી નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવાનું રહેશે. જેમાં તેણે પોતાનો જવાબ આપવાનો રહેશે. જ્યારે હવે આ અંગે આગામી સુનાવણી ૨૮મી નવેમ્બરના રોજ કરવામાં આવશે. જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે ધર્મની સ્વતંત્રતા હોઇ શકે પણ બળજબરીના ધર્માંતરણની સ્વતંત્રતા ન હોઇ શકે. તેથી ધર્મની સ્વતંત્રતાને તો સ્વિકારી શકાય પણ બળજબરીના ધર્માંતરણની સ્વતંત્રતા ન આપી શકાય. કેન્દ્ર સરકાર આ પ્રકારના ધર્માંતરણને અટકાવવા માટે શું કરી રહી છે તે સ્પષ્ટ કરે.સુપ્રીમ કોર્ટે આ દરમિયાન અન્ય એક સ્પષ્ટતા એ પણ કરી હતી કે બંધારણ અંતર્ગત ધર્માંતરણ કાયદેસર છે પણ બળજબરીથી થતું ધર્માંતરણ કાયદેસર નથી. કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ દિશામાં પગલા લઇ રહી છે અને તેનો જવાબ રજુ કરવામાં આવશે. ગરીબોને ધર્માંતરણ માટે વધુ ટાર્ગેટ કરાય છે : કેન્દ્ર સરકારસુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કેટલાક રાજ્યોમાં આ પ્રકારના ધર્માંતરણને અટકાવવા માટેનો કાયદો છે. જેમ કે મધ્ય પ્રદેશ અને ઓડિશાએ આ પ્રકારનો કાયદો ઘડયો છે. અને તેને કોર્ટ દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો છે. દરમિયાન તેઓએ એમ પણ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં અનાજ અને ચોખા દાળ વગેરે આપીને પણ ધર્મ બદલવામાં આવી રહ્યો છે. આ જવાબ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે તો પછી તમારે આ અંગે પગલા લેવા જોઇએ. અરજદારે એવી દલીલ કરી હતી કે કેટલાક વિસ્તારોમાં લાલચ આપીને ધર્માંતરણ કરાઇ રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં કાળા જાદૂનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે. ખાસ કરીને અત્યંત ગરીબ લોકોને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં આદિવાસી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.