બે વખત ગર્ભપાત કરાવ્યા બાદ લગ્નનો ઇન્કાર લગ્નની, લાલચે મહિલા સાથે દૂષ્કર્મ

ગુજરાત
ગુજરાત

ખોખરા વિસ્તારમાં રહેતી મહિલાને યુવકે નોકરીની તથા લગ્નની લાલચ આપીને દોઢ વર્ષ સુધી જાતિય શોષણ કરીને અવાર નવાર દૂષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી બે વખત તો ગર્ભપાત કરાવડાવ્યો હતો અને મહિલાએ છૂટાછેડા લીધા બાદ યુવક લગ્નનો ઇન્કાર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કેસની વિગત એવી છે કે ખોખરા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની મહિલાઅ નરોડામાં રહેતા અને નજીકના સગા સામે ફરિયાદ નોધાવી છે, મહિલાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા, પતિ સાથે મનમેળ ના આવતા વર્ષમાં પિતાના ઘરે આવતી રહી હતી બાદમાંનજીકના સગાને નોકરીની વાત કરતાં તેઓએ નરોડામાં રહેતા યુવકનો મોબાઇલ નંબર આપ્યો હતો જેથી મહિલાએ યુવકનો સંપક કર્યો હતો બાદમાં યુવક નિયમીત પણે ફોન કરીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. દોઢ વર્ષ પહેલા એક વખત યુવક નોકરી અપાવવાના બહાને કારમાં મહિલાને બેસાડીને ગાંધીનગર હાઇવે પરની એક હોટલમાં લઇ ગયો હતો અને પોતે પણ કુવારો હોવાની વાત કરીને મહિલા સાથે લગ્ન કરવાની વાત કરીને વિશ્વાસ કેળવીને તેણીની સાથે શારિરીક સુખ માણ્યું હતું, ત્યારબાદ અવાર નવાર અલગ અલગ હોટલમાં લઇ જઇને તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બે વખત તો મહિલાનાગર્ભપાત કરાવ્યો હતો છ મહિના પહેલા મહિલાએ છૂટાછેડા લઇ લીધા બાદ લગ્નની વાત કરી તો યુવકે લગ્ન અને તારી સાથે કરું તારામા શુ છે હું તારી સાથે લગ્ન કરું તારુ કેરેકટર જ લેસ છે તેમ કહીને લગ્ન કરવાનો ઇન્કાર કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.