બોગસ ઇનપુ ટેક્સ પકડાયું GSTના દરોડામાં ૮૫ કરોડની ક્રેડિટ લીધાનું

ગુજરાત
ગુજરાત

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીએ આજે ૧૧૫ કંપનીઓના ૨૦૫થી વધુ સ્થળોએ પાડેલા દરોડામાં ૪૧ કંપનીઓના રૂ. ૪૬૫ કરોડના બોગસ બિલ અને રૂ. ૮૫ કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા લીધી હોવાનું પકડી પાડયું છે. કમિકલ્સ, સળીયા, મેટલ અને ધાતુના ભંગારને લગતા બોગસ બિલો બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરતના ૨૫, અમદાવાદની ૧૪, વડોદરાની ૧૨, સુરતની ૯, ભાવનગરની ૩ અને રાજકોટની ૧, ગાંધીધામની ૨ કંપનઓએ મોટે પાયે બોગસ બિલિંગ કર્યું હતું. બોગસ બિલિંગ કરીને ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેવાના કેસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. બોગસ બિલિંગ કરનારી કંપનીઓની સંખ્યા ૪૧ની હોવાનું પકડાયું છે. તેમણે રૃા. ૪૬૫ કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. તેનો ઉપયોગ કરીને રૂ. ૮૫ કરોડની ગેરકાયદેસર વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. કેમિકલના પણ બોગસ બિલ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હજીય દરોડાની કાર્યવાહી ચાલુ છે. તેમ જ તેમાં સંડોવાયેલો લોકોની પૂછપરછ પણ ચાલુ છે. તેથી જીએસટીની ચોરીનો આંક ઉપર જવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.