૧૯મીએ બૅન્કોની હડતાલ : કર્મચારીઓની આડેધડ છટણીના વિરોધમાં

ગુજરાત
ગુજરાત

ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા કર્મચારીઓની આડેધડ કરવામાં આવી રહેલી કર્મચારીઓની આડેધડ છટણી, આઉટસોર્સિંગથી કર્મચારીઓને હાયર કરવાની કરાઈરહેલી પ્રવૃત્તિ, કર્મચારીઓની આડેધડ કરવામાં આવી રહેલી બદલીઓ અને બેન્ક યુનિયનોને તોડી નાખવાની આદરવામાં આવેલી પ્રવૃત્તિઓનો વિરોધ કરવા માટે સમગ્ર દેશની જાહેર ક્ષેત્રની અને કેટલીક ખાનગી બેન્કો હડતાલ પાડશે. બૅન્ક યુનિયનોની કેન્દ્રિય સમિતિની ઇન્દોરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બૅન્ક કર્મચારીઓના પગાર વધારા અંગે થયેલી દ્વિપક્ષી સમજૂતી મુજબ પગાર ન આપવાના નિર્ણયના વિરોધમાં પણ હડતાલ પાડવામાં આવી રહી છે. ફેડરલ બૅન્ક, બૅન્ક ઓફ ટોકિયો, ભારતમાં સક્રિય બાંગલાદેશની સોનાલી બેન્ક, સિટી બૅન્ક અને સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ બેન્ક દ્વારા કર્મચારીઓની આડેધડ છટણી કરવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બૅન્કનું મેનેજમેન્ટ યુનિયન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓની બહાર ગામ બદલી કરી દઈને તેમને ઢીલા પડી દેવાની પ્રવૃત્તિ કરી રહી છે. બૅન્ક ઓફ મહારાષ્ટ્રના મેનેજમેન્ટો ટ્રેડ યુનિયન એક્ટ ૧૯૨૬નો ભંગ કરીને કર્મચારી યુનિયન સાથે ચર્ચા કરવાની ધરાર ના પાડી દીધી હતી. બૅન્કમાં યુનિયનને આપવામાં આવેલી જગ્યા પણ ખાલી કરાવવામાં આવી રહી છે. કરન્સી ચેસ્ટની કામગીરી આઉટ સોર્સ કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની માહિતી મળતા કર્મચારી યુનિયનોએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. છતાં બૅન્કો આ બાબતે ટસની મસ ન થતી હોવાથી હડલાત પાડવાની ફરજ પડી હોવાનું મહાગુજરાત બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનક રાવલનું કહેવું છે. કેનેરા બેન્કે હાઉસ કીપિંગના કામકાજનું આઉટ સોર્સિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ જ રીતે કેનેરા બેન્કે સબ સ્ટાફની જગ્યાએ પાર્ટટાઈમ કર્મચારીઓને રાખવાનો અભિગમ અપનાવવા માંડયો હોવાથી તેની સામે પણ વિરોધ થયો છે. આ સંદર્ભમાં યુનિયનો દ્વારા કરવામાં આવતી રજૂઆતો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આઈડીબીઆઈ બેન્કમાં ૧૦,૦૦૦ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર જ રાખવામાં આવ્યા છે. આ બૅન્ક કર્મચારીઓને પેન્શનનો વિકલ્પ આપવાની માગણી થઈ રહી હોવા છતાં મેનેજમેન્ટ તેમાં અટકતા નથી. સેન્ટ્રલ બૅન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ અને અધિકારીઓની દૂરદૂરના શહેરોમં બદલીઓ કરીને તેમને લાચાર બનાવવામાં આવી રહ્યા છે. ગંભીર રોગથી પીડાતા કર્મચારીઓની પણ દૂરના વિસ્તારોમાં બદલી કરવામં આવી રહી છે. ૩૩૦૦થી વધુ કર્મચારીઓની નિયમનો ભંગ કરીને બદલી કરવામાં આવી છે. બૅન્ક કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે થયેલી સમજૂતીનો ભંગ કરીને બદલી ન કરી શકાય તેવા કોર્ટના ચૂકાદાને પણ બૅન્કના મેનેજમેન્ટ ગાંઠતા નથી. કર્મચારીઓ તેના વિરોધમાં હડતા પાડે તો નોકરીને ખંડિત ગણવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમ જ હડતાલને તોડી પાડવા માટે કામ પર આવનારાઓને ખાસ વળતર આપવાની પણ જાહેરાત બૅન્કના સંચાલકો દ્વારા કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.