અમિત શાહની જાહેરાત કરી, ભાજપ જીતે તો ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી

ગુજરાત
ગુજરાત

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, જો પાર્ટી આગામી મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરશે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બની રહેશે. શાહના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા હાંસલ કરવા પર છે.શાહે જણાવ્યું કે, જો ગુજરાતમાં ભાજપને બહુમત મળશે તો ભૂપેન્દ્ર પટેલ જ આગામી મુખ્યમંત્રી હશે. પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતું. તે ભાજપના નેતૃત્વનો એક એવો નિર્ણય હતો જેણે અનેક લોકોને ચોંકાવી દીધા હતા. પટેલ પહેલીવાર ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમને એ જ બેઠક પરથી ફરીથી ઉમેદવારી બનાવવામાં આવ્યા છે.અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ‘જાહેર સર્વે’ હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.