૧૧ શહેરમાં ઠંડીમાં વધારો તાપમાન નીચું ૨૦ ડિગ્રી
નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સામાન્ય રીતે નવેમ્બરના ચોથા સપ્તાહમાં નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે જતો જ હોય છે. બીજી તરફ ગાંધીનગરમાં ૧૪.૮ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી ૩ દિવસ ગાંધીનગરમાં ૧૫ થી ૧૭ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.અમદાવાદમાં ગત રાત્રિએ ૧૭.૬ ડિગ્રી લઘુતમ જ્યારે આજે દિવસ દરમિયાન ૩૩ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૭ થી ૧૯ ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી શનિવારથી ઠંડીનું જોર વધશે અને તાપમાન ૧૬ ડિગ્રીથી નીચે જઇ શકે છે.
શહેર ઠંડી
અમદાવાદ ૧૭.૬
સુરત ૨૩.૦
ભૂજ ૧૯.૨
ડીસા ૧૭.૪
કંડલા ૧૯.૦
નલિયા ૧૪.૬
ગાંધીનગર ૧૪.૮
વડોદરા ૧૭.૨
અમરેલી ૧૭.૪
જુનાગઢ ૧૭.૪
ભાવનગર ૧૯.૨
રાજકોટ ૧૯.૫