તેટલા શિક્ષણવિદોને ચૂંટણી લડાવી રાજકીય પક્ષોએ નહીવત કહી શકાય

ગુજરાત
ગુજરાત

ગુજરાતની આ વખતની વિધાનસભા ચૂંટણીમાં શિક્ષણ પણ મહત્વનો મુદ્દો છે પરંતુ શિક્ષણવિદ્દોને ચૂંટણીમાં ટીકિટ મળતી નથી.ભાજપે ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો સાથે સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલીયાને ધોરાજીની બેઠક પર ટીકિટ આપી છે પરંતુ તે જાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને. વિધાનસભાની અત્યાર સુધીની ચૂંટણીઓમાં નહીવત કહી શકાય તેટલા શિક્ષણવિદોને ટીકિટ આપીને ચૂંટણી લડાવવામા આવી છે.જો કે પક્ષની નજીકના ગણાતા કુલપતિ-પૂર્વ કુલપતિને સારુ પદ આપીને સાચવી લેવામા આવતા હોય છે.વિધાનસભાની અત્યાર સુધીની ચૂંટણીઓ જોઈએ તો રાજકીય પક્ષો દ્વારા આંગળીના વેઢે ગણી શકાય કે કદાચ તેનાથી પણ ઓછા શિક્ષણવિદોને ટીકિટ આપવામા આવી છે.ભાજપ અને કોંગ્રેસ તેમજ અગાઉના રાજકીય પક્ષોની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા સૌથી વધુ શિક્ષણવિદોને ટીકિટ અપાઈ છે.અગાઉ ૧૯૮૫માં કોંગ્રેસે અમદાવાદની એલિસબ્રીજ બેઠક પર શિક્ષણશાસ્ત્રી-ધારાશાસ્ત્રી સુધીર નાણાવટીને,ત્યારબાદ ૧૯૮૯માં આ જ બેઠક પર ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ કે.એસ.શાસ્ત્રીને ટીકિટ આપી હતી.આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા અગાઉની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રના અધ્યાપક મંડળના પ્રમુખ પી.સી.બારોટ તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ ઉપકુલપતિ લાભુભાઈ ત્રિવેદી સહિતના શિક્ષણવિદોને ટીકિટ આપી હતી.જો કે મહત્વનું છે કે મોટા ભાગના આ શિક્ષણવિદો ચૂંટણી જીતી શક્યા નથી.કારણકે શિક્ષણવિદો રાજકારણીઓ-નેતાઓ જેટલા રાજકારણ રમવામા કદાચ પાવરધા નહી હોય.ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતની યુનિ.ઓમાં નિમાતા કુલપતિઓમાંથી ઘણા સંઘ કે ભાજપ સાથે જોડાયેલા હોય તેઓને જ મુકાય છે.આમ હવે તો શિક્ષણમાંથી રાજકારણમાં જવાને બદલે રાજકારણમાંથી જ શિક્ષણમાં આવનારા વધ્યા છે.શરૃઆતની ચૂંટણીઓમાં ૧૯૬૨થી ૧૯૮૦ સુધીમાં શિક્ષણ-સાહિત્ય-સામાજીક ક્ષેત્રે આગવુ નામ ધરાવતા મનુભાઈ પંચોળી,ઈન્દુમતી શેઠ અને નવલભાઈ શાહ સહિતના અનેક શિક્ષણવિદો ચૂંટણી લડી વિધાનસભામાં પહોંચી ચુક્યા છે અને શિક્ષકમાંથી ધારાસભ્ય-મંત્રી અનેક બની ચુક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.