પાલનપુરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

પાલનપુર : પાલનપુરમાં ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરના સમર્થનમાં યુવા મોરચાએ બાઇક રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા. પાલનપુર વિધાનસભા સીટ પર ભાજપ ના ઉમેદવાર તરીકે અનિકેત ઠાકરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે તેઓના ચૂંટણી પ્રચાર અર્થે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. પાલનપુર શહેર યુવા ભાજપ પ્રમુખ જીગર માળીની આગેવાનીમાં શહેરના વૉર્ડ. નં.૧૦ રામનગર ચોકથી નીકળેલી બાઇક રેલી શહેરભરમાંથી પસાર થઈ હતી. જે બેચરપુરામાં પૂર્ણ થઈ હતી. બાઇક રેલી સાથે ઉમેદવાર અનિકેત ઠાકરનું ઠેરઠેર સ્વાગત કરાયું હતું. આ રેલીમાં જિલ્લા થતા શહેર ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા કેસરિયો માહોલ છવાયો હતો. (ફોટો : સંજય જાેશી)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.