ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં બાઈક રેલી યોજાઈ

Other
Other

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાતા એક કિલોમીટર લાંબી કતાર લાગી હતી ડીસાના ઉમેદવારે આજે રોડ શો કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

ડીસામાં ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર અને યુવા અગ્રણી પ્રવીણ માળીનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો ત્યારે ગઈકાલે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જય શ્રી રામના નારા સાથે નીકળેલી બાઈક રેલી રાજમંદિર પાસેથી શરૂ થઈ એરપોર્ટ ચાર રસ્તા, જલારામ મંદિર, સાઈબાબા મંદિર, ફુવારા સર્કલ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. બાઈક રેલી દ્વારા રોડ શો કરી ઉમેદવાર પ્રવીણ માળીએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

મોટી સંખ્યામાં બાઇક સવારો રેલીમાં જોડાતા એક કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ હતી. ભાજપના આગેવાનોએ ભાજપના ઉમેદવારને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી. બાઈક રેલીમાં ભાજપ સંગઠન, યુવા ટીમ સહિત દરેક સમાજના લોકો જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.