બોનોબો પ્રજાતિ ચિંપાન્ઝી સામાજિક રીતે માણસની જેમ જીવન જીવે છે, પુત્રની વહુ ને માતા પસંદ કરે છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બોનોબો ચિંપાન્ઝીની માણસને મળતી આવતી એક આદિમ પ્રજાતિ છે. બોનોબો એક બીજા સાથે હળીમળીને સામાજિક જીવન જીવે છે. બોનોબો પરના સ્ટડી દરમિયાન વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું હતું કે બોનોબોની માતા પોતાના નર સંતાનની વહુ પણ પસંદ કરે છે. તુલનાત્મક રીતે હિંસક અને પિતૃસત્તાત્મક માનવામાં આવતા ચિંપાન્ઝીઓથી ઉલટું આ બોનોબો પ્રજાતિમાં મહિલાઓની સત્તા જ ચાલે છે. આથી માદા અને નર વચ્ચે લડાઇ ઝગડા ખૂબજ ઓછા જોવા મળે છે. નરની ભૂમિકા સંતાનો મોટા થાય ત્યાં સુધી જ રહે છે જયારે માતા તેના પુત્ર સાથે જીવનભર લાગણીથી જોડાયેલી રહે છે.એટલું જ નહી માતા પોતાના સંતાન માટે આકર્ષક લાગતી સારી વહુની જાતે જ પસંદગી કરે છે. આ માટે જરુર પડે પોતાના હોદ અને પ્રભાવનો પણ આ કામ માટે ઉપયોગ કરે છે. આ માટે કોંગોના પાટનગર કિન્શાસાના અભ્યારણમાં રહેતા જંગલી બોનોબો ઉપરાંત આઇવરી કોસ્ટ,તાંઝાનિયા અને યુગાન્ડામાં રહેતા બોનોબો ચિંપાન્ઝીના વર્તનનો સ્ટડી કરવામાં આવ્યો હતો. બોનોબો માણસનો શાંતિપ્રિય, પરોપકારી અને નજીકનો સૌથી જુનો સંબંધી હોવાનું માનવામાં આવે છે.ભારત સહિતના કેટલાક દેશોમાં દિકરા માટે વહુ પસંદ કરવામાં માતાની મહત્વની ભૂમિકા હોય છે એવું જ કઇંક આ પ્રાચીન બોનોબોમાં પણ જોવા મળે છે. બોનોબો મા એક રીતે સોશિયલ પાસપોર્ટ જેવું કામ કરે છે. તેના પુત્રો મા સાથે રહેતા હોવાથી તેના સમૂહની મુખ્યધારામાં ગોઠવાયા છે. જો કોઇ સારી આકર્ષક માદા મળી આવે તો હંમેશા જોવામાં આવ્યું છે કે માં તેની આસપાસ રહે છે અને માતાના પડછાયામાં પુત્ર પણ તેની આસપાસ રહેવા પ્રયાસ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.