રશિયા તેને સાફસૂફ કરાવી તૈયાર ‘શીતયુદ્ધ’ સમયનાં ‘બોમ્બ શેલ્ટર્સ’ તપાસી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

‘શીતયુદ્ધ’ના અંત પછી આશરે ત્રણ દાયકાએ ક્રેમ્બીને તેના યુદ્ધ પ્રયાસો વ્યાપક બનાવી દીધા છે, તેના પગલે હજી સુધી ઉપેક્ષિત રહેલાં બોમ્બ શેલ્ટર્સ તપાસી સાફસૂફ થઈ રહ્યાં છે સાથે સિવિલ-ડીફેન્સ- ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પણ તૈનાત થઈ રહ્યાં છે. રશિયાએ તેના ૩ લાખનાં ‘અનામત દળો’ને પણ બોલાવી લીધાં છે. રશિયા માને છે કે હવે યુક્રેન યુદ્ધ વ્યાપક બની ‘રશિયા-અમેરિકા-યુદ્ધ’ પણ બની રહેશે. પરંતુ અમેરિકાએ રશિયાનાં આ મંતવ્યને ખારીજ કરતાં જણાવ્યું છે કે, અમેરિકા સીધી રીતે આ યુદ્ધમાં ઝંપલાવવાનું નથી.જોકે હજી સુધી તો આ તમામ કાર્યવાહી વિષે સત્તાવાર રીતે તો કશું જ કહેવામાં આવ્યું નથી. રશિયાના ટોચના અધિકારીઓ પણ ગહન મૌન સેવી રહ્યાં છે. પરંતુ યુક્રેનમાં માર ખાઈ રહેલાં રશિયાએ તેના ૩ લાખના ‘અનામત દળો’ને સક્રિય ફરજ ઉપર બોલાવી લેતાં ભીતરી બાબતોનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ‘સિવિલ-ડીફેન્સ-ઇન્ક્રાસ્ટર્કચર’ પણ તૈનાત કરાતાં મહાયુદ્ધની પૂર્વ તૈયારીઓ છતી થઈ ગઈ છે.રશિયાના શિક્ષણ વિભાગે આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓ અને કોલેજોમાં લશ્કરી તાલિમ ફરજિયાત બનાવવા નિર્ણય લઈ લીધો છે. તે માટે આદેશો પણ અપાઈ ગયા છે.આ અંગે ‘ડીટર્સબર્ગ પોલિટિક્સ ફાઉન્ડેશન’ના વિશ્લેષણકાર મિખાઈવ વિનોગ્રાડોવે કહ્યું હતું કે આ ફેડરલ ઓર્ડર છે તેવું લાગે છે. તેમ પણ બની શકે કે તેઓ કશું કરી રહ્યાં છે તેમ દર્શાવવા માટે પણ ‘સિવિલ ડીફેન્સ ઓથોરિટી’ આવા પ્રયત્નો કરતી હશે.હજી સુધી યુક્રેને ‘વોર-ઝોન’ બહારના ટાર્ગેટસ ઉપર હુમલા કર્યા નથી. તેણે લોન્ગ રેન્જ મિસાઇલ્સનો પણ ઉપયોગ કર્યો નથી, કારણ કે તેમ કરે તો યુદ્ધનો વ્યાપ વધી રહે. પરંતુ વોર ઝોનની નજીકના રશિયન વિસ્તારો ઉપર મિસાઇલ્સ પડયાં છે. જે સહજ પણ છે. તેથી રશિયન અધિકારીઓએ તે વિસ્તારમાં બોમ્બ શેલ્ટર્સ રચવા શરૂ કરી દીધાં છે. તેટલું જ નહીં પરંતુ ત્યાંના કોમ્પ્લેક્ષમાં પણ બોમ્બ શેલ્ટર્સ ભૂગર્ભમાં બનાવવાં શરૂ કરી દીધાં છે.ક્રેમ્બીનના વરિષ્ઠ સલામતી અધિકારી, નિકોલાઈ પાત્રુશેવે દક્ષિણ રશિયામાં આવેલા બોમ્બ શેલ્ટર્સની સાફસૂફી શરૂ કરાવી દીધી છે. તેનાંથી ધીમે ધીમે આ માહિતીઓ બહાર પડતી જાય છે.જ્યારે યુક્રેને તો પહેલેથી જ બોમ્બ શેલ્ટર્સ બનાવી લીધાં છે જેણે હજારો નાગરિકોનાં જીવ બચાવી લીધા છે. તેવી જ રીતે ભૂગર્ભમાં રહેલાં મેટ્રો સ્ટેશન પણ મોટા શહેરોમાં લોકો માટે આશ્રય સ્થાન બની રહ્યાં છે બોમ્બ શેલ્ટર્સ બની રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.