ભારતીય નાગરિક પર અમેરિકામાં રહેતા અભિષે કૃષ્ણ ઉપર રૃ. ૬૫ કરોડની છેતરપિંડીનો આરોપ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય નાગરિક પર કોવિડ રીલીફ સ્કીમ કૌૈભાંડમાં ૬૫ કરોડ રૃપિયાની છેતરપિંડી આચરવાનો અઆરોપ મૂકવામાં આવ્યા છે. જો ભારતીય નાગરિક દોષિત પુરવાર થશે તો તેને મહત્તમ ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવશે તેમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.૪૦ વર્ષીય અભિષેક કૃષ્ણન પોતાના ગૃહ દેશ ભારત પરત પહેલા ઉત્તર કોરોલિનાના રહેવાસી હતાં. નેવાર્ક, ન્યૂ જર્સીમાં એક ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ ૅૅજણાવ્યું હતું કે તેણે કોરોના વાયરસ સહાયતા માટે આર્થિક સુરક્ષા કાયદા હેઠળ નાના વેપોરીઆને મળનારી લોન ગેરંટી, પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ હેઠળ કરાયેલી છેતરપિંડી દ્વારા લાખો ડોલર કમાવ્યા હતાં. કૃષ્ણન પર વાયર ફ્રોડના બે કેસ, મની લોન્ડરિંગના બે કેસ અને ઓળખની ચોરીના બે કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેને ટોપ કાઉન્ટના પ્રત્યેક આરોપ માટે મહત્તમ ૨૦ વર્ષ અને ઓળખ છુપાવવા બદલના કેસમાં મહત્તમ બે વર્ષની સજા થઇ શકે છે.કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર ભારત પરત ફર્યા પછી કૃષ્ણને કથિત રીતે અનેક નકલી પીપીપી લોન અરજી ફેડરલી ઇન્સ્યુર્ડ બેંકોમાં જમા કરાવી હતી. જેમા કથિત કંપનીઓની તરફથી રજિસ્ટર્ડ પ્રોફેશનલ સંસ્થાઓ પણ સામેલ છે.છેતરપિંડીવાળી લોન અરજીઓમાં કથિત રીતે કંપનીઓના કર્મચારીઓ અને પેરોલ ખર્ચાઓ અંગે ખોટા નિવેદનોની સાથે ખોટા ટેક્સ ફાઇલિંગ પણ સામેલ હતાં.છેતરપિંડી યોજનાના ભાગરૃપે કૃષ્ણને કથિત રીતે તે વ્યકિતના અધિકાર વગર કોઇ અન્ય વ્યકિતના નામનો ઉપયોગ કર્યો હતો. તેણે કથિત રીતે ૮.૨ મિલિયન અમેરિકન ડોલરની વધુની માગ માટે ઓછામાં ઓછી ૧૭ લોન અરજી જમા કરાવી હતી અને લોનની આવકમાં ૩.૩ મિલિયન ડોલરથી વધુ પ્રાપ્ત કર્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.