સાબરકાંઠામાં ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા એલસીબીની ટીમે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે છ દિવસ પહેલા બંધ મકાનમાં ચોરી કરનારા ત્રણ આરોપી પૈકી એક આરોપીને હિંમતનગરમાંથી બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા

લોકલ ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ PSI પી.જે. દેસાઇ, સ્ટાફના વિક્રમસિંહ, સનતભાઈ, પ્રકાશભાઈ, વિજયભાઈ , અમૃતભાઈ, અનિરુદ્ધસિંહ, પ્રહર્ષકુમાર, ગોપાલભાઈ કાળાજી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સનતભાઇ તથા ગોપાલભાઇને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક વર્ષથી ચોરીના નાસતા ફરતા દેવા હરથા ઉર્ફે હરથા પારઘી ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે.

જે બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. જ્યાં બાતમીવાળો ઇસમ ઉભો હતો. જેની પૂછપરછ કરીને તેની ધરપકડ કર્યા બાદ ખેડબ્રહ્મા પોલીસને સોપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.