સુપ્રીમે એ કહયું શિક્ષણ ધંધો નથી ફી પરવડે તેવી હોવી જોઇએ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મેડિકલ કોલેજની વાર્ષિક ફી વધારીને ૨૫ લાખ રૃપિયા કરવાના આંધ્ર પ્રદેશ સરકારના નિર્ણયને રદ કરતા આંધ્ર પ્રદશ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે શિક્ષણ નફો મેળવવા માટેનો ધંધો નથી અને ટયુશન ફી હંમેશા પરવડે તેવી હોવી જોઇએ.ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયાએ અરજકર્તા નારાયણ મેડિકલ કોલેજ અને આંધ્ર પ્રદેશ સરકારને પાંચ લાખ રૃપિયનો દંડ ફટકારી છ સપ્તાહની અંદર જમા કરાવવાનો આદેશ આપ્યો છે.ખંડપીઠે જણાવ્યું હતું કે અગાઉ નક્કી કરવામાં આવેલ ટયુશન ફીથી સાત ગણી વધુ ૨૪ લાખ રૃપિયાની ફી કોઇ પણ સંજાગોમાં યોગ્ય નથી. શિક્ષણ નફો કમાવવા માટેનો ધંધો નથી. ટયુશન ફી હંમેશા પરવડે તેવી હોવી જોઇએ.ઉલ્લેખનીય છે કે નારાયણ મેડિકલ કોલેજ અને આંધ્ર પ્રદેશ સરકારે મેડિકલ કોલોજની વાર્ષિક ફી વધારીને ૨૫ લાખ રૃપિયા કરવાના નિર્ણયને રદ કરતા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ એડમિશન એન્ડ ફી રેગ્યુલેટરી કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ઓફર્ડ ઇન પ્રાઇવેટ અને એઇડેડ પ્રોફેશનલ ઇન્સ્ટીટયુશન્સ રૃલ્સ, ૨૦૦૬ની જોગવાઇઓ મુજબ કમિટીની ભલામણ કે રિપોર્ટ વગ ફીમાં વધારો કરી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ે એડમિશન એન્ડ ફી રેગ્યુલેટરી કમિટીએ ટયુશન ફી નક્કી કરતી વખતે પ્રોફેશનલ ઇન્સ્ટીટયુશનનું સ્થળ, પ્રોફેશનલ કોર્સનો પ્રકાર, ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રકચરની પડતર જેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. સરકારના ગેરકાયદે આદેશને આધારે કોલેજ મેનેજમેન્ટ ફી કલેક્ટ કરી શકે નહીં.ખંડપીઠે જણાવ્યું હતું કે ઉપરોકત કારણોને આધારે બંને અપીલ ફગાવી દેવામાં આવે છે. આ અપીલને કારણે થયેલો કુલ પાંચ લાખ રૃપિયાનો ખર્ચ બંને અપીલકર્તાઓએ સરખા ભાગે ભોગવવાનો રહેશે.આ રકમ છ સપ્તાહની અંદર કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવાની રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.