ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનના ગુનાનો આરોપી એક વર્ષથી ફરાર, હિંમતનગર બસસ્ટેન્ડ પાસેથી ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની અસરકારક કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની સૂચના મુજબ સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો પીએસઆઇ ટી.જે.દેસાઈ અને એલસીબી સ્ટાફના ઇન્દ્રસિંહ, રજુસિંહ, ધર્મેન્દ્રસિંહ મિતરાજસિંહ ગોપાલભાઈ પ્રકાશભાઈ અને ચંદ્રસિંહ હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમી આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ પહોંચ્યા હતા. જ્યાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી જે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પાટિયા ભગોરા ફળાના જીતેન્દ્ર ભગોરા ઝડપાયો હતો. જેની પોકેટ કોપની મદદથી તપાસ કર્યા બાદ આરોપીને હિંમતનગર બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભિલોડા પોલીસને જાણ કરી આરોપીને ભિલોડા પોલીસને સોપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.