![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/104-8.png)
પ. બંગાળમાંથી (IQIS)નો સભ્ય મનાતો શખ્સ પકડાયો.
ત્રાસવાદી જૂથ અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબ કોન્ટીનર (AQIS)ના સભ્ય મનાતા એક ૨૦ વર્ષના શખ્સની ૨૪ પરગણા જિલ્લાનાં મથુરાપુર ગામેથી પોલીસે તેના છૂપાવવાના સ્થળ સુધી પહોંચી જઈ ધરપકડ કરી હતી.તેની ધરપકડ કરવા પોલીસે શનિવારે રાત્રે આબાદ છટકું ગોઠવ્યું હતું.ધરપકડ કર્યા પછી પોલીસે તેની રીમાન્ડ માગી હતી જે પ્રમાણે તા. ૧૪મી સુધીની કોર્ટે રીમાન્ડ પણ મંજુર કરી હતી.આ અંગે કોલકતા પોલીસનાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે તેની પહેલાં જેમની ધરપકડ કરાઇ હતી તેઓએ તેનાં છૂપાવાના સ્થળ અંગે માહિતી આપી હતી. તે ઉપરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.તેની ઉપર ખોટા આઇડી કાર્ડ બનાવવાના અને આતંકી જૂથમાં અન્ય યુવાનોની ભર્તી કરવાના તથા તે આતંકીઓને પાયાની જરૂરિયાતો પહોંચાડવાના આરોપો છે. તેને પકડવા માટે અમે મથુરાપુરમાં શનિવારે રાત્રે જ એક છટકું ગોઠવ્યું હતું જેમાં તે આબાદ ફસાઈ ગયો હતો. અને તેનાં છૂપાવાનાં સ્થળમાંથી બહાર આવ્યો કે તુર્ત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમે તે કાર્યવાહી એટલી ઝડપથી કરી હતી કે તેને માટે નાસવાની કે શસ્ત્રો દ્વારા સામનો કરવાની પણ તક મળી ન હતી.