રાધનપુરમાં ધારાસભ્યની હોસ્પિટલના સ્વાસ્થ્ય કાર્ડની પરવાનગી રદ કરાઈ

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ)રાધનપુર, રાધનપુરમાં ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા બનાવવામાં આવેલી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કાર્ડના વિતરણ માટે દેવજીભાઈ બાલાભાઈ લોઢા દ્વારા પરવાનગી માંગવામાં આવતા શુક્રવારે પરવાનગી આપવામાં આવી હતી. રાધનપુર -સાંતલપુર – વારાહી અને સમી પોલીસ સ્ટેશનના અભિપ્રાયો, રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, રાધનપુર – સાંતલપુર અને સમી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓના અભિપ્રાયો વંચાણે લઈને સ્વાસ્થ્ય કાર્ડના વિતરણની પરવાનગી આપવામાં આવી હતી.

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આચારસંહિતાનો અમલ કરવાની શરતે ત્રણેય તાલુકામાં સ્વાસ્થ્ય કાર્ડ વિતરણના સ્ટોલ મુકવાની પરવાનગી આપવામાં આવી હતી. જાે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરે સ્વાસ્થ્ય કાર્ડ વિતરણ અટકાવવા ચૂંટણી અધિકારી (પ્રાંત અધિકારી) ને ટેલિફોનિક ફરિયાદ કરતાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જણાવી પરવાનગી બીજા જ દિવસે શનિવારે રદ કરી દેતા રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે. હજુ ભાજપ, કોંગ્રેસ કે અન્ય ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો ભરાયા નથી ત્યાં ઘર્ષણ ચાલુ થઇ ગયું છે.

અલ્પેશ ઠાકોરને શું વાંધો પડ્યો ?
ધારાસભ્ય રઘુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ગરીબ, ખેડૂત અને વંચિત લોકોને મફત સારવાર મળે એ માટે સ્વાસ્થ્ય કાર્ડ તૈયાર કરાયું છે. મારાં વિસ્તારના ૪૪૬૮૫ લોકો સુધી આ સ્વાસ્થ્ય કાર્ડ પહોંચાડવાનો અમારો ટાર્ગેટ છે. પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરને શું વાંધો પડ્યો..?? આ વિસ્તારની જનતા કિન્નાખોરી નહી સાંખી લે એનો મને વિશ્વાસ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.