બનાસકાંઠા જિલ્લામાં ૩૯૮૬૦ મતદારોની ૮૦ થી વધુ વય મર્યાદા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠક પર પુરુષ, મહિલા અને અન્ય મળી ૨૪૮૯૬૯૪ મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૬૨૯૩૧૦ મતદારો ૩૦ થી૩૯ વર્ષના નોંધાયા છે. જ્યારે ૩૯૯૬૯ મતદારો ૮૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવે અને ૧૮ થી૧૯ વર્ષના ૮૧૫૧૫ યુવા મતદારો કે જેઓ લોકશાહીના પર્વ સમી આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરવાના છે. જેને લઈ આ યુવા મતદાતાઓમાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણી લક્ષી ધમધમાટ શરૂ થયો છે. ત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષોના ભાગ્યનો ફેંસલો કરવાનો મદાર જિલ્લાના ૧૨૯૨૫૮૪ પુરુષ, ૧૧૯૭૦૯૪ મહિલા અને ૧૭ અન્ય મળી કુલ ૨૪૮૯૬૯૪ મતદારોના હાથ છે. જેમાં યુવા મતદારોમાં ૧૮ થી ૧૯ વર્ષના ૮૧૫૧૫,૨૦ થી ૨૯વર્ષ ના ૬૨૬૨૩૯, ૩૦ થી ૩૯ વર્ષના ૬૨૯૩૧૦, ૪૦ થી ૪૯ વર્ષના ૪૬૬૧૧૮, ૫૦ થી ૫૯ વર્ષના ૩૩૩૧૬૩, ૬૦ થી ૬૯ વર્ષના ૨૦૯૮૦૨, ૭૦ થી ૭૯ વર્ષના ૧૦૩૪૮૮ અને ૮૦ થી વધુ વર્ષના ૩૯૯૬૯ મતદારો નોંધાયા છે.

જોકે રાજકીય પક્ષો અને ઉમેદવારો યુવા મતદારો પર પરિણામનો મદાર રાખતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માં ૧૮ થી ૩૯ વર્ષના ૧૨૨૭૦૬૧ જેટલા યુવા મતદારો નોંધાયો છે. અને આ યુવા મતદારોના મત આ ચૂંટણી માટે નિર્ણાયક પુરવાર થઇ શકે તેમ હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. જોકે, બાર લાખ જેટલા મહિલા મતદારો પણ ચૂંટણી પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ હોઇ રાજકીય પક્ષો આ મતદારોને મનાવવામાં કેટલા અંશે સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

વયજૂથ મુજબ મતદારો
વય મતદારો
૧૮ થી ૧૯ ૮૧૫૧૫
૨૦ થી ૨૯ ૬૨૬૨૩૯
૩૦ થી ૩૯ ૬૨૯૩૧૦
૪૦ થી ૪૯ ૪૬૬૧૧૮
૫૦ થી ૫૯ ૩૩૩૧૬૩
૬૦ થી ૬૯ ૨૦૯૮૦૨
૭૦ થી ૭૯ ૧૦૩૪૮૮
૮૦ થી વધુ ૩૯૯૬૯
કુલ ૨૪૮૯૬૯૪


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.