દાનુષ્કા ગુણાથિલકા શ્રીલંકાના ક્રિકેટર ની રેપ મામલે ધરપકડ

Sports
Sports

ઓસ્ટ્રેલિયામાં ચાલુ T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે, શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાતિલકાની રેપ મામલે સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. સિડનીમાં તેના ઉપર રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ ગુણાતિલકા વગર જ ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ચૂકી છે. ગુણતિલાકા ત્રણ અઠવાડિયા પહેલા ઈજાગ્રસ્ત થયો હતો અને તેના સ્થાને આશીન બંદરાને લેવામાં આવ્યો હતો. પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ઘરે મોકલવાના બદલે ટીમ સાથે રાખ્યો હતો.શ્રીલંકાના ક્રિકેટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાની ફરિયાદના આધારે ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકાની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022માં તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ મેચ શનિવારે રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો. સિડનીમાં રમાયેલી આ મેચમાં ગુણાતીલકા રમી રહ્યો ન હતો પરંતુ તે ટીમ સાથે હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મેચ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.29 વર્ષીય મહિલાએ છેલ્લા અઠવાડિયે પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ સિડનીમાં સસેક્સ સ્ટ્રીટ પરની એક હોટલમાંથી રવિવારે રાત્રે 1:00 વાગ્યાની આસપાસ ગુનાથિલકાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ ક્રિકેટર પર સંમતિ વિના જાતીય સબંધ બાંધવાના ચાર આરોપો લગાવવામાં આવ્યા છે. શ્રીલંકાના બેટ્સમેનને જ્યારે પોલીસે જામીન આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેને ભારે આંચકો લાગ્યો હતો. હવે 7 નવેમ્બરે તેને ડાઉનિંગ સેન્ટરની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.