દિલ્હીના ઉપરાજ્યપાલ સક્સેના: અસંમતિથી સગીર પત્ની સાથે જાતીય સંબંધ રેપ માનવામાં આવે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ ગૃહમંત્રાલયને તેવી ભલામણ કરી છે કે ૧૫થી ૧૮ વર્ષની વયની સગીર પત્ની સાથે અસંમતિથી જાતીય સંબંધને બળાત્કાર માનવામાં આવે અને ગૂનેગાર પતિને આઈપીસીની કલમ હેઠળ સજા કરવામાં આવે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ માહિતી આપી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કાયદામાં આ ફેરફાર કરવાથી પોક્સો કાયદા વચ્ચે રહેલી વિસંગતિ દૂર થઈ જશે, જે ૧૮ વર્ષ સુધીની વયની કોઈપણ વ્યક્તિ વિરુદ્ધના ગૂનાઓ અને આઈપીસીની વર્તમાન જોગવાઈઓ પર લાગુ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે, દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ ગૃહમંત્રાલયને આઈપીસીની કલમ ૩૭૫ના અપવાદ બેને ખતમ કરવાની ભલામણ કરતા એક દરખાસ્ત મોકલી છે, જેમાં એવી જોગવાઈ છે કે ૧૫થી ૧૮ વર્ષની વયની સગીરાના લગ્ન થઈ જાય તો તેનો પતિ તેની સાથે સંમતિ વિના પણ જાતીય સંબંધ બનાવી શકે છે. તેને આઈપીસી હેઠળ દંડ થઈ શકે નહીં.સૂત્રોએ ઉમેર્યું કે, સક્સેનાની આ ભલામણ સ્વીકારવામાં આવે અને આઈપીસીમાં સુધારો કરવામાં આવે તો ૧૫થી ૧૮ વર્ષની વયની સગીરા પત્ની સાથે અસંમતિથી જાતીય સંબંધ બળાત્કારની શ્રેણીમાં આવશે અને આઈપીસી હેઠળ તે દંડનીય ગૂનો ગણાશે. તે જાતીય ગૂનાઓ વિરુદ્ધ બાળકોના સંરક્ષણ (પોક્સો) કાયદા વચ્ચેની વિસંગતિઓ પણ દૂર કરશે, જે ૧૮ વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ગૂના અને આઈપીસીની વર્તમાન જોગવાઈઓ પર લાગુ થાય છે.ગૃહ મંત્રાલયના એક પત્રના જવાબમાં દિલ્હી પોલીસ અને કાયદા વિભાગ દ્વારા આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ગૃહમંત્રાલયે દિલ્હી હાઈકોર્ટમાં એક રીટ અરજીના સંદર્ભમાં આ વિષય પર શહેરની સરકારનો મત માગ્યો હતો, જેમાં આઈપીસની કલમ ૩૭૫ના અપવાદ-૨ની કાયદેસરતાને એ આધારે પકડારવામાં આવી હતી કે તે બંધારણની કલમ ૧૪ અને ૨૧નો ભંગ કરે છે અને પોક્સો કાયદાની જોગવાઈઓને અનુરૂપ પણ નથી, જે એક બાળકને ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિના રૂપમાં પરિભાષિત કરે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.