![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/142-1.png)
મોસ્કો ના કાફેમાં આગ લાગતા 13નાં મોત: રશિયા
રશિયાના એક કાફેમાં અચાનક આગ ફાટી નીકળતા ૧૩ લોકોના મોત થયા હતાં અને લગભગ ૨૫૦ લોકોને ઘટના સ્થળથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, શનિવારે રાત્રેે કાફેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણ વિશે જાણકારી મળી નથી. રશિયાની ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે, રાજધાની મોસ્કોથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર આવેલા શહેરના પોલિગન કાફેમાંઅચાનક આગ લાગી હતી, જે ૩,૫૦૦ વર્ગમીટરમાં ફેલાઈ હતી. પોલીસ આ કાફેેમાં ફલેર ગન વાપરનાર વ્યકિતની શોધખોળ કરી રહી છે.