૨૦૧૪ ઇપીએફઓની એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ ને મંજૂરી આપી :સુપ્રીમે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે આજે એમ્પ્લોઇઝ પેન્શન (એમેન્ડમેન્ટ) સ્કીમ, ૨૦૧૪ની કાયદેસરતાને મંજૂરી આપી છે પણ પેન્શન ફંડમાં સામેલ થવા માટે ૧૫૦૦૦ રૃપિયાના માસિક પગારની શરત રદ કરી દીધી છે. વાસ્તવમાં ૨૦૧૪માં થયેલા સંશોધને મહત્તમ પેન્શનેબલ પગાર (બેઝિક પગાર અને ડીએે)ની મર્યાદા ૧૫૦૦૦ રૃપિયા પ્રતિ માસ રાખી હતી. સંશોધન અગાઉ મહત્તમ પેન્શનેબલ પગાર ૬૫૦૦ રૃપિયા હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે કર્મચારીઓએ પેન્શન યોજનામાં સામેલ થવાનો વિકલ્પનો ઉપયોગ કર્યો નથી તેમને ૬ મહિનાની અંદર વિકલ્પની પસંદગી કરવી પડશે. કોર્ટે જણાવ્યું હતું કે જે કર્મચારી અંતિમ તારીખ સુધી યોજનામાં સામેલ થઇ શક્યા નથી તેમને વધુ એક તક આપવી જોઇએ કારણકે કેરળ, રાજસ્થાન અને દિલ્હીની હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓમાં આ મુદ્દે સ્પષ્ટીકરણનો અભાવ હતો. કોર્ટે ૨૦૧૪ની યોજનામાં એ શરતને અમાન્ય ગણાવી હતી કે કર્મચારીને ૧૫,૦૦૦ રૃપિયાથી વધુના પગાર પર ૧.૧૬ ટકા વધારે ફાળો આપવો પડશે. જો કે કોર્ટે જણાવ્યું હતું કે ચુકાદાના આ ભાગને ૬ મહિના સુધી સ્થગિત રાખવામાં આવે કારણકે અધિકારી ફંડ એકત્ર કરી શકે. કોર્ટમાં ઇપીએફઓ અને કેન્દ્રે કેરળ, રાજસ્થાન અને દિલ્હી હાઇકોર્ટના એ ચુકાદાઓને ફડકાર્યો હતો જેમાં ૨૦૧૪ની યોજનાને રદ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે કર્મચારી પેન્શન (સંશોધન) યોજના, ૨૦૧૪ની જોગવાઇઓ કાયદેસર અને માન્ય છે. જે કર્મચારીઓએ પેન્શન યોજનામાં સામેલ થવાનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમને છ મહિનાની અંદર વિકલ્પ પસંદ કરવો પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.