બનાસકાંઠા પોલીસ એક્શનમાંસ 30 માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને સઘન ચેકિંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. રાજસ્થાન તરફથી કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, દારૂ કે પછી અન્ય કોઈ પદાર્થ ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતા જિલ્લાના 7 મુખ્ય માર્ગો અને અન્ય 23 નાના માર્ગો સહિત 30 માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને રાજસ્થાન તરફથી આવતાં તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે. જોકે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા રાજસ્થાન-ગુજરાતને જોડતી અમીરગઢ ગુન્દ્રી થરાદ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના અપાઇ છે. જોકે આજે ખુદ એસ પી એ અમીરગઢ બોર્ડર પર હાજર રહી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું બારીકાઈથી ચેકીંગ હાથ ધર્યું હતું.

બનાસકાંઠા પોલીસ સહિત આઇટીબીપીના જવાનો પણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં જોડાયા હતા. તો રાજસ્થાનથી આવતા વાહનોના ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનથી તેવો દારૂ પીધેલી હાલતમાં છે કે, નહીં તેની તપાસ હાથ ધરી હતી, ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે. ત્યારે આ વખતે કોઈ બુટલેગરો સક્રિય થઈ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે તે માટે જિલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.