હિંમતનગરના બે બુટલેગરોની પાસા હેઠળ અટકાયત

સાબરકાંઠા
સાબરકાંઠા

વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે, ત્યારે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ જિલ્લાના બુટલેગરો પર બાજ નજર રાખી બેઠી છે. તો એલસીબીએ બે બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી સબજેલમાં મોકલી આપ્યા છે.

આ અંગે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની સુચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશનની હેરાફેરી સાથે સંકળાઇ અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાના આદેશને લઈને હિંમતનગરના મારુતિનગર વિસ્તારની અવધ પાર્ક સોસાયટીમાં મકાન નં. 4માં રહેતા ઉચિતકુમાર ઉર્ફે ઉસ્માન સંજયભાઈ ઉપાધ્યાય અને હિંમતનગરના કાંકણોલમાં રામજી મંદિર પાસે રહેતા હાર્દિક પ્રવીણભાઈ રાવલ વિરુદ્ધ એલસીબી દ્વારા પાસા હેઠળની દરખાસ્ત કરી જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી.

જેને લઈને કલેક્ટરે પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરતાં બંને શખ્સોને એલસીબીએ ગઈકાલે બુધવારે રાત્રે ડિટેન કરી ઉચિતકુમાર ઉર્ફે ઉસ્માન સંજયભાઈ ઉપાધ્યાયને ભુજની મધ્યસ્થ જેલમાં અને હાર્દિક પ્રવીણભાઈ રાવલને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા. આ અંગે ઇન્ચાર્જ પીએસઆઈ એસ.જે.ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે હવે વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લાના 50થી વધુ બુટલેગરો પર બાજ નજર રાખી રહ્યા છે. આગામી દિવસમાં બીજા શખ્સો સામે પણ પાસાની કાર્યવાહી થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.