ભારત ઈવી ક્રાંતિ લાવવા સુસજ્જ છે ત્યારે ઓલા ઈલેક્ટ્રિકનું #EndICEAge માટે મોટું પગલું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રિક વેહિકલ્સ કંપની ઓલા ઈલેક્ટ્રિક દ્વારા સંપૂર્ણ નવી ઓલા S1 એર રજૂ કરવા સાથે પેટ્રોલ વાહનોના યુગનો અંત લાવવા ભારતને વધુ નજીક લઈ જઈને મોટો છલાંગ લગાવી છે. કક્ષામાં અવ્વલ ઈલેક્ટ્રિક સ્કૂટર તરીકે ઘડવામાં આવેલું S1 પોર્ટફોલિયોનું ઓલાનું આ નવીનતમ વિસ્તરણ ભારતની ઈવી ક્રાંતિને સમુદાય સુધી લઈ જશે.

ઓલાના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગરવાલે જણાવ્યું હતું કે, “એન્ડ ઓફ આઈસ એજનો અંત વાસ્તવિકતા બનવાની નજીક આવી ગયો છે. ઈલેક્ટ્રિક મોબિલિટીમાં અમારા પ્રવેશ પૂર્વે માસિક 4000 યુનિટ્સથી ઈવી હવે સંપૂર્ણ સ્કૂટર સેગમેન્ટના 15 ટકા છે અને દિલ્હી, બેન્ગલુરુ અને પુણે જેવાં શહેરોમાં નવા સ્કૂટરનું વેચાણ 40 ટકાથી પણ ઉચ્ચ છે. આઈસ વેહિકલ્સના યુગને સાર્થક કરતાં ભારતની ઈવી ક્રાંતિ સામુદાયિક ચળવળ બની ચૂકી છે અને S1 એર દિશામાં નોંધપાત્ર પગલું છે. ઓલા S1 એરની રજૂઆત સાથે અમે રોજબરોજના સ્કૂટરના ફક્ત ફંકશનલમાંથી નવા MoveOS ફીચર્સ સાથે અત્યાધુનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક પ્રોડક્ટમાં પરિવર્તન લાવી દીધું છે. અમારો ધ્યેય ભારતમાં 2025 સુધી સર્વ 2W ઈલેક્ટ્રિક બને તે છે.!”

એન્ડ ઓફ આઈસ એજ હવે એરમાં છે
નવું S1 એર S1 મંચ પર નિર્માણ કરવામાં આવ્યું છે અને તે જ અત્યાધુનિક ડિઝાઈન જાળવી રાખી છે, પરંતુ ઓલાએ પાવરટ્રેન અને બેટરી પેકને નવેસરથી ઘડ્યાં છે. 2.5KWh બેટરી પેક અને 4.5KW હબ મોટર સાથે S1 એરનું વજન ફક્ત 99 કિગ્રા હોઈ 85Km/hrની ટોપ-સ્પીડ આપવા સાથે ફક્ત 4.3 સેકંડ્સમાં તે 0-40 સુધી એક્સિલરેટ થાય છે. તે ઈકો મોડમાં 100Kmની IDC રેન્જ સાથે પણ આવે છે, જે તેને ઉત્તમ શહેરી સ્કૂટર બનાવે છે. નવી S1 એર 2 ટોન બોડી કલર સ્કીમ સાથે તાજગીપૂર્ણ ડિઝાઈન ટ્વિસ્ટ મળે છે. તે 5 રંગ કોરલ ગ્લેમ, નિયો મિંટ, પોર્સલેઈન વ્હાઈટ, જેટ બ્લેક અને લિક્વિડ સિલ્વરમાં ઉપલબ્ધ છે. કક્ષામાં અવ્વલ ટેકનોલોજી, ડિઝાઈન અને પરફોર્મન્સ અને નવીનતમ OS અપડેટ્સ સાથે ઓલા S1 એર દિવાળી પૂર્વે, એટલે કે, 24મી ઓક્ટોબર, 2022ના રોજ અથવા તે પૂર્વે રૂ. 999 માટે સ્કૂટર રિઝર્વ કરનારા દરેક માટે રૂ. 79,999ની આરંભિક કિંમતે મળશે. ઓલા S1 એર માટે પરચેઝ વિંડો ફેબ્રુઆરી 2023માં ખૂલશે અને ડિલિવરી આગામી વર્ષે એપ્રિલમાં શરૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.