પાટણ પ્રજાપતિ સમાજના યુવા એન્જિનિયર દ્વારા અંબાજી મંદિર ખાતે 10 ગ્રામ સોનું અને ધજા અપૅણ કરાઈ

પાટણ
પાટણ

આદ્યશક્તિ અંબાજી માતા શક્તિપીઠ સુવર્ણમઢિત તૈયાર થઈ રહ્યું છે. ત્યારે આ સુવર્ણમઢિત આદ્યશક્તિ પીઠ નિર્માણમાં પાટણના જાણીતા એન્જિનિયર કલ્પેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ પરિવારે પણ ફુલ નહિ તો ફુલ ની પાંખડી રૂપ 10 ગ્રામ સોનું અને ધજા અપૅણ કરી સહભાગી બન્યો છે.

શક્તિપીઠ આધશક્તિ અંબાજી માતાજીનાં મંદિર પરિસર ખાતે કલ્પેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ પરિવારે ગતરોજ રૂબરૂ જઇને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ને રૂ.52500 ની કિંમત નું 10 ગ્રામ સોનું અને ધજા અપૅણ કરી માતાજીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.બાબુભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા જગત જનની જગદંબાનાં સુવૅણ મઢીત તૈયાર થઈ રહેલ મંદિર પરિસર માં સહભાગી બનવા બદલ પાટણ પ્રજાપતિ પરિવારે પણ ગૌરવ અનુભવી પરિવારની સેવા પ્રવૃતિ ને બિરદાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.