અમદાવાદ-ઉદયપુર ઇન્ટરસીટી એકસ્પ્રેસ ટ્રેનનું હિંમતનગર રેલવે સ્ટેશન પર સ્વાગત

સાબરકાંઠા
સાબરકાંઠા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ-ઉદયપુર ઇન્ટરસીટી એકસ્પ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ત્યારે રાત્રે 8.33 કલાકે હિંમતનગર રેલવે સ્ટેશન પર ટ્રેન આવી હતી અને 5 મિનિટના રોકાણ બાદ ઉદયપુર તરફ ટ્રેને પ્રસ્થાન કર્યું હતું. હિમતનગર, પ્રાંતિજ સહિતના રેલવે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચતા ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. 179 કિલોમીટરના અંતરની રેલ સેવા શરૂ થતા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી છે.

અમદાવાદથી ઉદેયપુર બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લીલી ઝંડી બતાવી અસારવા ઉદેયપુર ઇન્ટરસીટી ટ્રેનનો પ્રારંભ થયો છે. અસારવા-ઉદયપુર ઇન્ટરસીટી એકસ્પ્રેસ ટ્રેન ઉદયપુરથી હિંમતનગર અને અસારવા તેમજ અસારવાથી હિંમતનગર થઇને ઉદયપુર પહોંચશે. અસારવાથી નિકળેલી ટ્રેનનું પ્રાંતિજ ત્યારબાદ હિંમતનગર રેલ્વે સ્ટેશન પર 8.33 કલાકે ટ્રેનનું આગમન થયું હતું. રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હિંમતનગર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા ટ્રેનમાં શહેરીજનો લટાર મારી આવ્યા હતા. તો 5 મિનિટના રોકાણ બાદ ટ્રેને ઉદયપુર તરફ પ્રસ્થાન કર્યું હતું. 179 કિલોમીટરની આ બ્રોડગેજ રેલવેલાઇન સેવા શરૂ થતા જ રાજસ્થાન અને સાબરકાંઠાના મુસાફરોમાં ખુશખુશાલી જોવા મળી છે. નિયમીત રીતે શરૂ થનારી આ ટ્રેનનુ એડવાન્સ બુકીંગ પણ શરૂ થયુ છે. થ્રી ટાયર એસી., એસી ચેર તથા સ્લીપર કોચની સુવિધાવાળી આ ટ્રેન તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી, વીંછીવાડા, ડુંગરપુર થઇને ઉદયપુર ખાતે રાત્રે 12 વાગ્યા પછી પહોંચશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.