પાટણના એસટી ડેપોની બસ પીએમના કાર્યક્રમમાં જતાં મુસાફરો રઝળી પડ્યાં

પાટણ
પાટણ

જિલ્લાનું મુખ્ય મથક પાટણ શહેરમાં આવેલ પાટણ ડેપો ખાતે સોમવારે ભારે ભીડ જોવા મળી હતી કારણ કે બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં 40 બસ ગઈ હોવાથી લોકલ ટ્રીપો 70 ટકા કેન્સલ થઈ હતી જેમાં ખાસ કરીને પાટણ થી સિદ્ધપુર, પાલનપુર, ડીસા, રાધનપુર, હારિજ, બેચરાજી, મહેસાણા, ચાણસ્મા સહિતના રૂટ પર અવરજવર કરતા મુસાફરો મોટી સંખ્યામાં ડેપો ખાતે એકત્ર થયા હતા.

આ અંગે પાટણ ડેપો ના સ્ટેશન ઇન્ચાર્જ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાટણ ડેપો પાસે 70 બસ છે તેમાંથી 40 બસ પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં ગઈ હોવાથી લોકલ રૂટોને કેન્સલ કરવામાં આવ્યા છે અને એક્સપ્રેસ બસ તમમાં રૂટ ચાલુ રાખવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.