હિંમતનગરમાં પાલિકા, કોંગ્રેસ અને ભાજપે સરદારની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર સહિત સાબરકાંઠા જીલ્લામાં સરદાર વલ્લભાઇ પટેલની 147મી જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. તો હિંમતનગરના ટાવર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોંગ્રેસ, પાલિકા અને ભાજપે ફૂલહાર અર્પણ કર્યા હતા અને નારા લગાવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે મોરબી હોનારતમાં મૃતકોને અને સબજેલમાં કેદીઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

હિંમતનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ ટાવર ચોકમાં ભાજપ અને નગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમાને પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ઉપપ્રમુખ અમૃત પુરોહિત, હિંમતનગર શહેર ભાજપના પ્રમુખ વી.એન.રાવલ, મંત્રી જયેશભાઈ પટેલ, પારસ મહેતા, ભાજપ અગ્રણી ગોપાલસિંહ રાઠોડ, પાલિકા સદસ્ય ડીકુલ શાહ સહીત પાલિકા સદસ્યોએ ફૂલહાર અર્પણ કરી સરદાર વલ્લભાઇ અમર રહોના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ ફૂલહાર માટે લગાવેલી સીડીને એક તરફથી દોરડાથી ફીટ કરવામાં આવી હતી. તો બીજી તરફ બે કર્મચારીઓ સીડીને પકડી રહ્યા હતા, કારણ એટલું જ હતું કે કોઈ દુર્ઘટના ના સર્જાય.

હિમતનગર ટાવર ચોકમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી હતી. જેમાં કોંગ્રેસના ઈશ્વરભાઈ દેસાઈ,કુમાર ભાટ,પ્રિયવદન પટેલ,લાલસિંહ પરમાર, ઉત્સવ પટેલ, ઇશાકભાઇ શેખ સહીત યુવાન કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારબાદ મીણબત્તી સળગાવી મોરબીમાં મચ્છુ નદી પર થયેલી હોનારતમાં મૃતકોને શ્રદ્ધાજલિ આપી હતી.

​​​​​​​હિંમતનગરમાં સરદાર વલ્લભી પટેલ જન્મજયંતીને લઈને તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પોલીસ હેડ ક્વાર્ટસમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ એકઠા થયા હતા અને રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મોરબીની ઘટનાને લઈને માત્ર તમામ કર્મચારીઓ માત્ર હેડ ક્વાર્ટર્સથી ચાલતા પદયાત્રા કરી સિવિલ જઈને પરત આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.