હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કન્ટેનરમાં આગ લાગતાં

અરવલ્લી
અરવલ્લી

નેશનલ હાઇવે પર વાહનોમાં અચાનક આગની ઘટનાઓ વધતી ગઈ છે. ત્યારે આજે વહેલી પરોઢે શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર ટ્ર્કની કન્ટેનરમાં આગ લાગી હતી. જેમાં ડ્રાઇવરની સમયસુચકતાથી તેનો અને ક્લીનરનો બચાવ થયો હતો. જ્યારે મોડાસા ફાયર શાખાની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આજે વહેલી પરોઢે હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર એક કન્ટેનર ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે કન્ટેનરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઇવરની સિફતથી સળગતા કન્ટેનરને એક સાઈડમાં લઇ ડ્રાઇવર, ક્લીનર બન્ને કૂદી પડ્યા હતા. જેથી બન્નેનો આબાદ બચાવ થયો હતો.

જોકે અચાનક લાગેલી આગ ટ્રકમાં એટલી ફેલાઈ ગઈ હતી કે, આગ સંપૂર્ણ ટ્રકમાં લપેટાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.