આપણે ત્યાં વજનથી મોટો વેપાર કોઈ નથી : હુમા કુરેશી

ફિલ્મી દુનિયા

મુંબઈ, વધુ વજન ધરાવતા લોકોને હંમેશા લોકોની મજાકનું પાત્ર બનવું પડતું હોય છે અને તેઓને તેમના શરીર પર કોઈ પરિવારના સભ્ય કે મિત્ર દ્વારા કરવામાં આવેલી કોમેન્ટના કારણે શરમનો અનુભવ થાય છે. આ ટોપિકને લાઈમલાઈટમાં લાવીને એન્ટરટેઈનમેન્ટની સાથે એક શીખ આપવાની સાથે ફિલ્મ ‘ર્ડ્ઢેહ્વઙ્મી ઠન્’ બનાવવામાં આવી છે. ફિલ્મની મુખ્ય લીડ અભિનેત્રી હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સહિત ફિલ્મના અન્ય કલાકારોએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. હુમા અને સોનાક્ષીએ ફિલ્મને લઈને નવગુજરાત સમય સાથે કરેલી ખાસ વાતચીતના કેટલાક અંશ..ફિલ્મની સ્ટોરીને લઈને હુમાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પછી અમે મિત્રો એક દિવસ મારા ઘરે બેઠા હતા અને વાત-વાતોમાં બોડી સાઈઝ વિશે વાત નીકળી અને આ ટોપિક પર પણ એક એન્ટરટેઈનિંગ ફિલ્મ બની શકે છે તે અંગે ચર્ચા થઈ. ત્યારબાદ, ફિલ્મ સાથે એક પછી એક કલાકારો જાેડાતા ગયા અને ફિલ્મ બની ગઈ.

આપણે ત્યાં હંમેશા વજન વિશે ચર્ચા થતી રહે છે. વ્યક્તિમાં શું આવડત છે કે તે શું કરી શકે છે તેના કરતાં તેનું વજન વધુ છે, તે આ કામમાં ફિટ નહીં બેસી શકે તેવી વાતોથી જ તેને ડિપ્રેશનમાં લાવવામાં આવે છે અને આ કારણે જ અમે એક પોઝિટિવ મેસેજ સાથે ફિલ્મ બનાવી છે. સોનાક્ષીએ તેના પર્સનલ અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, આવી વાતોની શરૂઆત આપણા ઘરથી જ થાય છે. વધુ કે ઓછું વજન ધરાવનાર વ્યક્તિને માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રો અનેક નામથી ચીડવતા રહે છે અને તેનું મોટીવેશન ઓછું કરતાં રહે છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે. કોઈપણ વ્યક્તિને તમે તેના વજનથી જજ કરી લો તે ખોટું છે. તેનામાં રહેલી સારી વાતોને જાેવી જાેઈએ.મારી પણ અનેકવાર મજાક ઉડાવવામાં આવી છે પણ મેં તેવા લોકોને જવાબ આપ્યા વગર હંમેશા મારું કામ ચાલુ રાખ્યું છે. હુમાએ ફિલ્મના વિષયને લઈને વધુમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં દરેક વાત વજનથી જ શરુ થાય છે અને ત્યાં જ પૂરી થાય છે. વજનથી મોટો વેપાર કોઈ નથી. લગ્ન કરવા હોય તો છોકરી જાડી છે કે છોકરો બહુ પાતળો છે.

ફિલ્મોમાં કામ કરવું હોય તો, આવી જાડી તો કઈ હિરોઈન હોઈ શકે? ક્યાંય ઓફિસ જાઓ તો તમને તમારા સહ કર્મચારીઓ જીમમાં જવાની વણમાગી સલાહ આપે અને લોકો તમારી મજાક ઉડાવે તે તો અલગ જ આખી વાત છે. મને અને સોનાક્ષીને ઈન્ડસ્ટ્રીમાં પહેલા આ જ નજરે જાેવામાં આવતા હતા અને અમે અનેક રિજેક્શન્સનો પણ સામનો કર્યો છે, પરંતુ અમે સફળતા મેળવીને અમારું સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ નાનકડી ભૂમિકા ભજવી રહ્યા છે. ધવનને ફિલ્મ સાથે જાેડવા અંગે હુમાએ જણાવ્યું હતું કે, તેઓ બહુ મોટા ખેલાડી છે અને તેમણે ભારતનું નામ રોશન કર્યું છે. જયારે અમે સ્ક્રિપ્ટ સાથે તેમને એપ્રોચ કર્યો તો તેમને આ સ્ટોરી ખૂબ જ પસંદ આવી અને તેઓ તરત જ ફિલ્મ સાથે જાેડાવવા તૈયાર થઈ ગયા હતા.

શિખર ધવન સાથેનો ફોટો રિલીઝ થતાં જ અમને ફિલ્મ માટે જે પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે તે જાેઈને અમને લાગે છે કે, તેમણે ક્રિકેટની સાથે ફિલ્મી દુનિયામાં આવવું જાેઈએ. તેમની પોપ્યુલારિટી ગજબની છે. સોનાક્ષી અને હુમા ઉપરાંત ફિલ્મ ‘ર્ડ્ઢેહ્વઙ્મી ઠન્’માં મહત્વની ભૂમિકા ભજવનાર ઝહીર ઇકબાલ, કરિસ પેન્ટેકોસ્ટ, સીના મોમસેન, સંકલ્પ ગુપ્તા અને કે. એલુવિયને પણ મુકતા છ૨ સિનેમામાં ફેન્સ સાથે સેલ્ફી ખેંચાવી હતી. આ ફિલ્મ ૪ નવેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેમાં હુમા સ્પોર્ટ્‌સ જર્નાલિસ્ટ અને સોનાક્ષી ફેશન ડિઝાઈનર બનવાના પોતાના સપનાં પાછળ દોડતી નજર આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.