દિવાળીમાં પર પ્રાંતમાંથી કેફી નશીલા પદાર્થ ગુજરાતમાં આવતાં અટકાવવા ચેકીંગ હાથ ઘરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

આમ તો રાજ્યની સરહદો પર આવતા જતા વાહનોના ચેકીંગ માટે કાયમી ચેકપોસ્ટ હોય જ છે અને કાયમી વાહનોની તપાસ થતી જ હોય છે અને કરોડોની કિંમતના કેફી દ્રવ્યો ઝડપાયા છે. પણ દિવાળીના તહેવારને લઈ પોલીસ દ્વારા ખાસ તાપસ હાથ ધરવામાં આવે છે. ત્યારે ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું કડક ચેકીંગ હાથ ધરાયું છે.

યાત્રાધામ શામળાજી પાસે રાજસ્થાન સરહદે રતનપુર ખાતે ચેકપોસ્ટ આવેલી છે. આ ચેકપોસ્ટ પરથી રોજના હજારો વાહનો પરપ્રાંતમાંથી અવર જવર કરતા હોય છે. ત્યારે આ તમામ વાહનોનું કડક હાથે ચેકીંગ હાથ ધરાય છે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે ત્યારે આ તહેવારોને રંગીન બનાવવા માટે શોખીન જીવડા અવનવા નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે.

આ નશીલા પદાર્થો પરપ્રાંતમાંથી આવતા હોય છે. આવા દારૂ, ગાંજો, અફીણ, હેરોઇન જેવા કેફી દ્રવ્યો ગુજરાતમાં ના ધુસે અને ગુજરાતનું યુવાધન બરબાદ ના થાય તે માટે રતનપુર બોર્ડર પર અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કડક હાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી આવતા નાના મોટા કોઈપણ વાહનને રોકીને તપાસ હાથ ધરાઇ છે. આવા તહેવારો ટાણે વાહન ચેકીંગ વખતે ભૂતકાળમાં પણ કરોડો રૂપિયાના નશીલા પદાર્થો ગુજરાતમાં​​​​ ઘુસતા અટકાવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.