પાલનપુરમાં ખરીદી કરવા આવેલી મહિલાનું 10 હજારનું પર્સ ટીઆરબી જવાને પર્સ પરત આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નંદીગ્રામ સોસાયટીમાં રહેતા કિરણબેન ધીરજભાઈ ત્રિવેદી શુક્રવારે પાલનપુર બજારમાં દિવાળીની ખરીદી કરવા માટે આવેલ હતા. આ દરમિયાન તેમનુ પર્સ રિક્ષામાં પડી ગયેલ.જ્યાં પાલનપુરમાં ફરજ બજાવતા TRB જવાન મોતીભાઇ દેસાઈ રિક્ષામાં બેસવા જતા સીટ ઉપર નાનુ લેડીઝ પર્સ મળી આવેલ તેથી TRB જવાને રીક્ષા ચાલકને પૂછતા જણાવેલ કે મને ખબર નથી કોઈ બહેન બેઠા હતા એમનું હોઈ શકે જેથી પર્સને ખોલી ચેક કરતા રૂપિયા 500ના દરની 20 નોટો મળી આવેલ જે 10,000 રૂપિયા તથા કોવિડ કાર્ડ મળી આવેલ છે.

જેથી જવાને કોવિડના કાર્ડ ઉપરથી મહિલાનો સંપર્ક કરતા રવિવારે તેમના પતિ ધીરજ કુમાર કાન્તિભાઇ ત્રિવેદી સાથે પાલનપુર સીટી ટ્રાફિક ઓફિસ આવતા પોલીસ સબ ઇન્સ એમ.એમ. કુરેશીના હસ્તે પરત કરવામાં આવ્યું હતું.TRB જવાનની નિષ્ઠા પુર્વક કામગીરી કરવા બદલ પોલીસ સબ ઇન્સ.તેમજ અજીતભાઈ મીરએ અભિનંદન પાઠવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.