સીરિયલ અનુપમામા પોતાના પાત્રથી ખુશ નથી અધિક?

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમામાં અત્યારે ખૂબ ઉથલપાથલ ચાલી રહી છે. અત્યાર સુધી અનુપમાના દીકરા પારિતોષના અફેરનો ટ્રેક ચાલી રહ્યો હતો અને ત્યારપછી હવે પાખીને કારણે અનુપમાના જીવનમાં હડકંપ મચી ગયો છે. અનુપમા પરિવારની અન્ય મહિલાઓ સાથે રિસોર્ટમાં ગઈ હોય છે અને ત્યાં જ તેમનો ભેટો પાખી અને અધિક સાથે થઈ જાય છે. હવે અનુપમા અને વનરાજ દીકરીને લગતો શું ર્નિણય લેશે તે જાેવાની વાત છે.

આ દરમિયાન અધિકનું પાત્ર ભજવનારા અધિક મહેતા સાથે વાતચીત કરવામાં આવી છે અને વર્તમાન ટ્રેક બાબતે તેનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સિવાય અધિક મહેતાએ પોતાની કો-સ્ટાર રહી ચૂકેલી નિમૃત કૌર જે અત્યારે બિગ બોસ ૧૬માં છે તેના વિશે પણ વાત કરી હતી. અનુપમાના વર્તમાન ટ્રેક પર વાત કરતા અધિકે જણાવ્યું કે, મને નહોતી ખબર કે અધિક આટલું મોટું પગલુ ભરશે. પણ પ્રોડ્યુસર તેમજ શૉના લેખકે કંઈક વિચારીને જ આ પ્રકારનો પ્લોટ તૈયાર કર્યો હશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અનુપમામાં તોષુનો ટ્રેક ચાલી રહ્યો હતો, તેના વિશે અધિક જણાવે છે કે, તોશુના ટ્રેકને કારણે મારું કામ પ્રભાવિત નથી થયું કારણકે શૉમાં ઘણાં બધા પાત્રો હોય છે, અને દરેકના જીવનમાં કંઈક રસપ્રદ ચાલતુ જ રહે છે. મારો ટ્રેક સંપૂર્ણપણે સાઈડલાઈન કરવામાં નથી આવ્યો. અનુપમા સીરિયલમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં અધિક મહેતા જણાવે છે કે, મારા પાત્રમાં ઘણાં લેયર્સ છે, અને હું હંમેશા કંઈક નવુ શોધવા માટે ઉત્સુક રહુ છું. હું મારા કેરેક્ટરના તમામ શેડ્‌સને એન્જાેય કરવાનો પ્રયત્ન કરુ છું. એક અભિનેતા તરીકે અધિક હજી વધારે કામ કરવા માંગે છે.

અધિક મહેતા જણાવે છે કે, હું ખરેખર કોઈ સીરિયલમાં લીડ રોલ કરવા માંગુ છું, એક ડેલી સોપનો હીરો બનવાની મારી ઈચ્છા છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ૧૬ની કન્ટેસ્ટન્ટ નિમૃત છોટી સરદારની સીરિયલમાં તેની કો-સ્ટાર હતી. નિમૃત વિશે વાત કરતા તે જણાવે છે કે, મને અત્યારે બિગ બોસ જાેવાનો સમય નથી મળી રહ્યો, માટે હું કહી ના શકુ કે તે કેવું રમી રહી છે. પણ જાે કોઈ સલાહ દેવાની વાત આવે તો હું તેને કહીશ કે શક્ય હોય ત્યાં સુધી રિયલ બનવાનો તેણે પ્રયત્ન કરવો જાેઈએ. અધિકને જ્યારે રિયાલિટી શૉમાં ભાગ લેવા બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, બિગ બોસ હું કરી શકીશ કે નહીં તે એક પ્રશ્ન છે, પણ હું ભાગ લીધા પછી જ કહી શકું કે તે મારા બસની વાત છે કે નહીં. જાે કે મને ખતરોં કે ખિલાડીમાં ભાગ લેવાની ઈચ્છા છે. મને એક્શન અને સ્ટંટ ખૂબ પસંદ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.