સાંતલપુરમાં વાંકાનેરની હત્યાના આરોપીને આશરો આપનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામે એક વાડીમાં વાંકાનેરના હત્યા કેસના આરોપીને છ દિવસ સુધી આશ્રય આપનારા સામે વાંકાનેર પોલીસે વારાહી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી એવો આક્ષેપ કર્યો છે કે, વાંકાનેરની હત્યાના કેસનો આરોપી પોલીસની ધરપકડ કે કાર્યવાહીથી બચવા માટે તે ત્યાંથી ભાગીને છેક વારાહી ખાતે આશરો લેવા આવ્યો હોવાની અને આશરો આપનારા વારાહીનાં વ્યક્તિઓ આ વ્યક્તિ હત્યાનો આરોપી હોવાનું જાણતાં હોવા છતાં પણ તેને આશરો આપ્યો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી અને આ બાબતે હત્યાના કેસના આરોપીની વાંકાનેર પોલીસે કરેલી ધરપકડ બાદ તેની પુછપરછમાં ખુલી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, વાંકાનેર પોલીસ સ્ટેશનમાં તા. 11- 9-2022ના રોજ હત્યાની ફરિયાદ નોંધાતાં તેની તપાસ કરતા ત્યાંના સર્કલ પી.આઇ. બી.પી. સોનારાએ હત્યાના નાસતા ફરતા આરોપી સરફરાજ મકવાણા, રે. વાંકાનેર વાળાની તપાસ હાથ ધરતાં આ આરોપી હત્યાની ઘટનાબાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામે રહેતા તેમના મિત્રે આશીફ ઉર્ફે નાસીરખાન મલેક રે. વારાહી તા. સાંતલપુરવાળાના ત્યાં જઇને હત્યાનાં આરોપીએ પોતે ખૂન કેસનો આરોપી, પોલીસ તેને શોધે છે. તેવી જાણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.