કાણોદરમાં ડીપીમાં અચાનક ધડાકા સાથે આગ ભભૂકતા અફડાતફડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ છાપી
પાલનપુર તાલુકાના કાણોદર ગામે શનિવાર રાત્રે અચાનક એક રહેણાંક વિસ્તાર માં આવેલી વીજ ડીપીમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા અફડાતફડીના માહોલ સાથે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર તાલુકાના કાણોદર ગામે શનિવાર રાત્રે હુસેનીબાગ સોસાયટીમાં આવેલ વીજ ડીપીમાં વીજ ફોલ્ટ થતાં અચાનક ધડાકા સાથે ડીપી આગમાં લપેટાઈ ગઈ હતી. જેનેલઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. વીજ ડીપીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા સાથે વીજ ડીપીમાં ફટાકડા જેવા ધડાકા સતત થતાં લોકોમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું. જોકે વીજ ડીપીમાં આગ લાગવા ના કારણે અનેક લોકોના વીજ ઉપકરણોને નુકશાન થયાના સમાચારો પ્રાપ્ત થયા હતા.
વીજ ડીપી સળગતા ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા. ઘટનાના સમાચાર પ્રાપ્ત થતા વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવી મોડી રાત્રે પુનઃ વિજ પુરવઠો કાર્યરત કર્યો હતો જોકે વીજ ડીપીમાં કયા કારણોસર વીજ ફોલ્ટ થયો તે જાણી શકાયું ન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.