હિંમતનગરમાં એક યુવકને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી રૂ. 80 હજાર પડાવ્યાં

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના હિમતનગરના બ્રહ્માણીનગરમાં રહેતા રીક્ષા ચાલકને એક મહિના પહેલા ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવી નગ્ન વીડિઓ ઉતારી રૂ. 80 હજાર પડાવી લેતા યુવક-યુવતી સામે હિંમતનગર બી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે. 5 દિવસમાં હની ટ્રેપની પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી, ત્યારબાદ બીજી ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે હિમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જોશીએ જણાવ્યું હતું કે, હિમતનગરના બ્રહ્માણીનગરમાં રહેતા નટવરજી ઈશ્વરજી ઠાકરડા જેઓ ધાણધા ફેક્ટરીમાં ચોકીદારની નોકરી કરતા અને રીક્ષા ફેરવે છે. ત્યારે એક મહિના પહેલા બ્રહ્માણીનગરમાં રહેતી હીના હુસૈન શેખે નટવરજીને બજાર જવા માટે રીક્ષા ઘરે બોલાવી હતી. જેને લઈને રીક્ષા લઈને ઘરે ગયેલ નટવરજીને થોડી વાર લાગશે તેમ કહી ઘરમાં બેસાડ્યાં હતા. ત્યારબાદ નકલી પતિ બની આવેલો રફીક મોહમ્મદ હનીફ શેખે નટવરજીને માર મારી ધમકાવ્યો હતો અને પેન્ટ કઢાવી નગ્ન કરી વીડિઓ ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.