સોની બીબીસી અર્થ પર સર ડેવિડ એટનબરો દ્વારા કથન સાથે ફ્રોઝન પ્લેનેટ-2નું પ્રસારણ કરાશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સોની બીબીસી અર્થ ભારતમાં તેની લોકપ્રિય પ્રોપર્ટી ફ્રોઝન પ્લેનેટની બીજી સીઝનનું પ્રસારણ કરવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. બીબીસી સ્ટુડિયોઝના વિશ્વવિખ્યાત નૈસર્ગિક ઈતિહાસના એક દ્વારા નિર્મિત અને બીબીસી અમેરિકા, ધ ઓપન યુનિવર્સિટી, મિગુ વિડિયો, ઝેડડીએફ અને ફ્રાન્સ ટેલિવિઝન્સ દ્વારા સહ-નિર્મિત ફ્રોઝન પ્લેનેટ-2નું કથન સર ડેવિડ અટનબરો દ્વારા કરાશે. આ બહુપ્રતિક્ષિત છ ભાગની સિરીઝ 11 વર્ષના લાંબા અંતર પછી ટેલિવિઝન સ્ક્રીન પર પાછી આવી રહી છે.

તુષાર શાહ, ‘ચીફ માર્કેટિંગ ઓફિસર અને બિઝનેસ હેડ- ઈન્ગ્લિશ ક્લસ્ટર અને સોની આઠ, સોની પિક્ચર્સ નેટવર્કસ

“ફ્રોઝન પ્લેનેટ-2 આ વર્ષે સોની બીબીસી અર્થ પર આવનારી સૌથી મોટી પ્રોપર્ટીમાંથી એક છે. સોની પ્રથમ સીઝનને દર્શકો પાસેથી અદભુત પ્રતિસાદ મળ્યો હતો ત્યારે હવે આ રિલીઝ સાથે અમે ફ્રોઝન વર્લ્ડ અને સર્વ મુશ્કેલીઓ સામે તેમાં ઝુબકતા જીવનને દર્શાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારા દર્શકોને શ્રેષ્ઠતમ આપવાની કટિબદ્ધતા સાથે અમે ચેનલ પર આવી વધુ ખાસ અને પ્રીમિયમ કન્ટેન્ટ લાવવા ઉત્સુક છીએ.”

17મી ઓક્ટોબર, 2022ના પ્રસારણ થનારી ફ્રોઝન પ્લેનેટ-2 સિરીઝ લોકોને દુનિયાના સૌથી ઠંડા પ્રદેશો- ઉચ્ચ પર્વતો, થીજેલા રણ, બરફાચ્છાદિત જંગલો અને ઠંડા મહાસાગરમાં હિંસ્રજીવનની સેર પર લઈ જશે. અત્યંત આધુનિક કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યંત હાઈ ડેફિનિશનમાં ફિલ્માંકન અને કેમેરા પર અત્યંત પહેલી જ વાર મઢવામાં આવેલાં નાટકીય નવા વર્તનો, લાગણીશીલ વાર્તાઓ અને સંવેદનશીલ નિસર્ગના નજારા સાથેની આ છ ભાગની સિરીઝ અગાઉ ક્યારેય નહીં તેવી આપણી પૃથ્વીના થીજેલા ભાગોની અજાયબીઓ અનુભવવાનો મોકો આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.