![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/Rakhewal-151.jpg)
બનાસકાંઠા SOG પોલીસે દુદોસણ ગામમાંથી બે બનાવટી બંદુકો સાથે એક ઈસમને ઝડપ્યો
બનાસકાંઠા એસઓજી પોલીસ સ્ટાફ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા. તે દરમિયાન એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે દુદોસણ ગામની સીમમાં રહેતા માનસંગ ઠાકોરના ખેતરમાં રહેણાક છાપરામાંથી દેશી બનાવટી એક નાળી બંદૂક અને એક દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબ્જે લઇ માનસંગ ઠાકોર વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.