ગુજરાતમાં ફરી પેપર લીક કાંડ થયો, વિદ્યાર્થીઓના ભાવી સાથે ગંભીર રમત

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિ.માં BBA,B.Comનું પેપર લીક થયુ છે. જેમાં BBA,B.Comનું સેમેસ્ટર 5નું પેપર લીક થતા હોબાળો થયો છે. આજે લેવાના પેપરની એક કોપી મીડિયા સુધી પહોંચી છે. તેથી પરીક્ષા પહેલા કેન્દ્રમાં પેપર મોકલવાનો નિર્ણય ભારે પડ્યો છે. તેમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ગંભીર રમત થઇ રહી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવાની ઘટનામાં 42 કોલેજોમાં પેપર મોકલવામાં આવ્યું હતું. તેમાં કુલ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગઈકાલે રાત્રીના 11 વાગ્યે પરીક્ષા વિભાગના હેડને  પેપર લીક થયું છે તેવી જાણ થઈ હતી. જેમાં રાત્રીના 12 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગમાં કુલપતિ પહોંચ્યા હતા. તથા પેપરની કોપી લઈને ચકાસણી કરી ત્યારે ખબર પડી પેપર લીક થયું છે. જેમાં પેપર લઈને સૌરાષ્ટ્ર યુનિ. પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે.

રાત્રીના 5 વાગ્યા સુધીમાં પેપર પરત મંગાવવા કોલેજોને જાણ કરી છે. તથા સવારે બીજું પેપર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યું છે. પેપર ગ્રામીણ વિસ્તારની કોઈ કોલેજમાં લીક થયું હોવાની આશંકા છે. તથા હાલ 42 કેન્દ્રોમાંથી પેપરના સીલબંધ કવર પાછા મંગવામાં આવ્યા છે. જે કોલેજને મોકલવામાં આવેલું પેપરનું સિલ તૂટેલું હશે એ કોલેજ સામે ફોજદારી અને કોલેજ સામે જરૂરી દાખલા રૂપ પગલાં લેવાનો વીસીએ દાવો કર્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.