આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠના કુલપતિપદ માટે  આમંત્રણ સ્વીકાર્યુ

ગુજરાત
ગુજરાત

ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ માટે આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળ તરફથી અપાયેલુ આમંત્રણ સ્વીકારી લીધુ છે. ગૂજરાત વિદ્યાપીઠનો વાર્ષિક પદવીદાન સમારોહ ૧૮મીએ યોજાનાર છે અને જે હાલના કુલપતિ ડૉ.ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં જ યોજાશે.કોન્વોકેશન બાદ નવા કુલપતિ પદગ્રહણ કરશે.મહત્વનું છે કે સરકારી યુનિ.ઓના કુલાધિપતિ એવા આચાર્ય દેવવ્રત હવે ગૂજરાત વિદ્યાપીઠ કે જે એક ડિમ્ડ યુનિ.છે અને તેના માટે કુલપતિ બનશે.ગૂજરાત વિદ્યાપીઠના ૧૦૦થી વધુ વર્ષની ગાંધી પરંપરાના ઈતિહાસ હવે વિધિવત રીતે બદલાવા જઈ રહ્યો છે અને નવા કુલપતિ માટે આખરે અગાઉ નક્કી થયા મુજબ આચાર્ય દેવવ્રતે આમંત્રણ સ્વીકારી લીધુ છે.આચાર્ય દેવવ્રત કે જેઓ હાલ ગુજરાતના ગવર્નર પણ છે અને તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ૧૨મા કુલપતિ બનશે. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિને એટલે કે ૧૮મી ઓક્ટોબરે વાર્ષિક પદવીદાન સમારોહ યોજાય છે ત્યારે આગામી ૧૮મી ઓક્ટોરે કોન્વોકેશન યોજાશે.જેમાં યુજી-પીજી અને પીએચડી સહિતના વિવિધ કોર્સના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓને પદવી અપાશે.આ કોન્વોકેશનમાં ઈલાબહેન ભટ્ટ કુલપતિ હશે અને કુલનાયક પણ ડૉ.ખિમાણી જ હશે. કોન્વોકેશન બાદ કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત પદગ્રહણ કરશે અને કુલપતિ તરીકે આવ્યા બાદ તેઓ માટે પ્રથમ કામગીરી હાઈકોર્ટના આદેશ મુજબ કુલનાયકને દૂર કરવાની અને નવા કુલનાયક માટે પ્રક્રિયા કરવાની રહેશે. નવા કુલપતિ આવવા સાથે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં એક નવા યુગના આરંભની આશાઓ કર્મચારીઓ-અધ્યાપકોમાં જન્મી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.