જગતમાં વધ્યા છે : ભાગ – 2

રસમાધુરી
રસમાધુરી

કેટલીક બીમારીઓના તો નામ એવા અટપટાં છે કે બોલતા હફ હફ થઈ જાય. ભાવ પણ કેટલાને રોજ બીમાર રહેવું અને ડાકટરોની જાતજાતની ગોળીઓ ખાવી પસંદ હોયછે ત્યારે એક અંદાજ મુજબ માનવજાતને લગભગ સિત્તેર હજાર જેટલી બીમારીઓ લાગુ પડતી હોય છે.એમાંની કેટલીક જીવ લઈને જાય છે ખેર એ એક તરફ કહેવું નથી પણ દવા ખાઈને તંદુરસ્ત રહેનારો વર્ગ ઉભો થતો વધતો જાય છે. વાસ્તવમાં તંદુરસ્ત રહેવા માટે બીજાં પગલાં ભરવાં જાઈએ. આજકાલ ટાઢીયો તાવ તો એક તરફ રહી ગયો છે. પીળો, લાલ અને કાળો ન જાણે કેવા કેવા તાવ વધતા જાય છ ે. કેટલાક તાવ તો આપણા દેશના છે તો કયાંક વિદેશમાંથી એન્ટ્રી થઈ છે.ડેન્ગ્યુ, ફલુ, ચીકનગુનીયાનો તાવ પણ વધ્યો છે.સરકાર એના કર્મચારીઓને માતબર પગાર આપે છે અન્ય લાભો અને બીજી સગવડો પુરી પાડે છે છતાંય પોતાની ફરજમાં કંઈક ભ્રષ્ટાચાર કરી કયાંક ગેરરીતીનું આચરણ કરી રૂપિયા વધારનારા ઝડપથી વધી રહ્યા છે. મામુલી પટાવાળો ચપરાસી એની સંપત્તિ વધારવાની ફીરાકમાં ડુબ્યો હોય છે.મોટા ભાગના માને છે કે જીંદગીમાં, જીવનમાં અત્ર તત્ર અને સર્વત્ર રૂપિયા છે તો રંગ છે. બાકી રૂપિયા નહીં હોય ત્યારે મન ભંગ જેવી જ દશા બનવાની. રૂપિયાનો રંગ માનવ જીવનમાં અતિશય વધી ચૂકયો છે. રૂપિયાની પાછળ કોઈક હડકાયા કુતરાની જેમ પડનારા વધી ગયા છે પગ વાળીને બેસતા નથી. રાત્રે અને દિવસે રૂપિયાના જ ખ્યાલો આવતા રહે છે તો જેની પાસે રૂપિયા નથી તેઓ રૂપિયા હાથનો મેલ છે એમ પણ કહે છે એ નક્કી..
દેશની કંઈ કેટલીય માનવ વસ્તીને પોતાનું રહેવાનું નાનકડું પણ ઘર નથી. ઘર ઘર કહીને પોતાની જીંદગીને રફેદફે કરી નાખી છે.જીંદગીના આખરી પડાવ સુધી ભાડાના કે ઝુંપડપટ્ટીમાં જીવન ગુજારે છે ત્યારે આવા કંઈ કેટલાક લોકોને સસ્તામાં ઘર અપાવવાનું કહીને એમના ગરીબોના રૂપિયા ચંપત કરનારા અતિશય વધ્યા છે. સસ્તામાં મકાન મળશે, ઓફિસો ખોલી રૂપિયા લઈ રાતોરાત ભાગી જનાર વધ્યા છે. રોજ આવા કિસ્સા વધતા નથી. સરકારને સત્તા પક્ષમાં બેઠેલાને પોતાના આવાસ મોટા કરવામાં રસ છે પણ આહ ભરતા ગરીબોની સંખ્યા આસમાનને સ્પર્શવા જઈ રહી છે. એ જ માર્ગમાં એકના ડબલ કરી આપવાની જાળ બિછાવીલોકોને ઠગનારાઓનો તોટો નથી. બિચારી ભોળી પ્રજા રૂપિયા ડબલ કરવાની લાહ્યમાં જીંદગીની મોઘમ કમાણી દાવ પર એ લગાવે છે અને સમાજમાં સફેદ ઠગોનું ખુબ મોટું પ્રમાણ જાવા મળે છે.
સામે છેડે મૂર્ખ પ્રજાનો એ વર્ગ પણ વધી ગયો છે કે દસના વીસ કયાંથી થશે ? ને છેતરનારાઓ છેતરાતા રહેછે એ સાથે ગુજરાતી કહેવત લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી એ સિદ્ધ થાય છે.
જરા શિક્ષણ ભણી નજર કરો. પરીક્ષામાં યેનકેન પ્રકારેણ ચોરી કરીને પાસ થનારા વધ્યા છે વાંચવું નથી તૈયારી કરવી નથી અને પડશે એવા દેવાશે. એ એક ગણતરી સાથે પરીક્ષાની વૈતરણી તરી જવાના પ્રયાસો વધ્યા છે. વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી હોવા છતાંય તક મળતાં ચોરી કરવી જ એવી માનસિકતા ધરાવનારા કંઈ કેટલાય છે.
આપણા દેશમાં તો પોતાના સંતાનોને પરીક્ષામાં ચોરી કરવા મામલે મદદ કરનારા કેટલાક વાલીઓની તસવીર પ્રસિદ્ધ થઈ હતી એ વાલીઓને શરમ આવ્યાની ખબર નથી. બીજાઓને શરમ જરૂર આવી હશે.
તમામ ક્ષેત્રમાં એવા એવા વધ્યા છે કે એના પર માસ્ટર ડીગ્રી મળી શકે. એક સમયે વડાપ્રધાને ઝાડું ઝાલીને સ્વચ્છતાનું અભિયાન આરંભ્યું હતું આજે અત્રતત્ર અને સર્વત્ર કચરો અસ્વચ્છતા ઘટી નથી ભારોભાર વધી છે તો દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા થાય છે.મોટે ઉપાડે પાણી બચાવોનાં અભિયાનો અને ઝુંબેશોનો આરંભ થાય છે પણ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કંઈ પાણીનો બગાડ થાય છે.. બગાડ થાય છે..શું કહેવું ?
વાસ્તવમાં કશું કહેવા જેવું નથી. અહીં તો કહેવું સારું સુચવવું એ પથ્થર પર પાણી સમાન છે. બોલો શું કહો છો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.