બીએસએફ અને આસામ પોલીસ એ રૂ. 47 કરોડનું 9.47 કીલો હેરોઇન જપ્ત કર્યુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને આસામ પોલીસની એક સંયુક્ત ટીમે મંગળવારે કરીમગંજ જિલ્લામાં એક ટ્રકમાંથી ૪૫ કરોડ રૂપિયાથી વધુની કીંમતનું હેરોઇન જપ્ત કર્યુ હતું. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રક જ્યારે મિઝોરમથી કરીમગંજ થઇને ત્રિપુરા જઇ રહ્યો હતો ત્યારે મંગળવાર સવારે ન્યૂ કરીમગંજ રેલવે સ્ટેશનની પાસે તેને રોકી લેવામાં આવ્યો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ચોક્કસ મળેલ માહિતીને આધારે બીએસએફ અને કરીમગંજ પોલીસના કર્મચારીઓએ ટ્રકને રોક્યોે અને સાબુના ૭૬૪ બોક્સમાં રાખવામાં આવેલ હેરોઇન જપ્ત કર્યુ હતું.તેમણે જણાવ્યું હતું કે હેરોઇનનું વજન ૯.૪૭ કિલોગ્રામ છે અને તેની અંદાજિત બજાર કીંમત ૪૭.૪ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ટ્રક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.