નર્મદા અને દાહોદમાં “સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટર”નું ઈ-લોન્ચીંગ

ગુજરાત
ગુજરાત

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત રાજયકક્ષાની આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે થઈ હતી. જેમાં મંત્રીએ નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૪ તાલુકાઓ ખાતે ‘સેફ સ્પેસ એડોલેશન રીસોર્સ સેન્ટર’નું તથા રાજ્યના ૨૨ જિલ્લાઓ ખાતે સખી મેળાઓનું ઈ-લોન્ચીંગ કર્યું હતું. તેમજ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલી દિકરીઓ સાથે મંત્રીએ વર્ચ્યુઅલી સંવાદ કરી રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓથી થતા લાભોની માહિતી આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

મહિલા અને બાળવિકાસ મંત્રી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે, સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.