હૈદરાબાદના વેપારીની દિલ્હીના એક્સાઇઝ કૌભાંડમાં ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ દિલ્હીના કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડ કેસમાં હૈદરાબાદના એક વેપારી અભિષેક બોઇનપલ્લીની ધરપકડ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને આરોપી બનાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિષેક બોઇનપલ્લી દક્ષિણ ભારતના કેટલાક દારૃના વેપારીઓ માટે કથિત રીતે કામ કરી રહ્યો હતો.તેને રવિવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. સીબીઆઇને જાણવા મળ્યું હતું કે તે કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્રોના જવાબ આપી રહ્યો નથી. ત્યારબાદ તેને મોડી રાતે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.સીબીઆઇની એફઆઇઆરમાં અભિષેકનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું નથી પરંતુ તેમના નજીકના સહયોગી અને ભાગીદાર અરૃણ રામચંદ્ર પિલ્લાઇનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે.રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના જણાવ્યા અનુસાર બંનેને આ વર્ષે જુલાઇમાં રોબિન ડિસ્ટ્રીબ્યુશન એલએલપીની રચના કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપ મૂકવામાં આવ્યો છે કે પિલ્લાઅએ ઇન્ડોસ્પિરિટના સમીર મહેન્દ્રુ પાસેથી લાંચ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.