રશિયાએ સોમવારે યુક્રેનના 12 શહેરો પર એકીસાથે 75 મિસાઈલ છોડતા દુનિયામાં ખળભળાટ મચ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રશિયાએ યૂક્રેનમાં હવે ફરી વાર ભીષણ તબાહી મચાવવાનું શરુ કર્યું છે. રશિયાએ રાજધાની કીવ સહિતના વિસ્તારોમાં ભીષણ મિસાઈલ હુમલા શરુ કરી દીધા છે. સોમવારે રશિયન દળોએ રાજધાની કીવ સહીત 12 શહેરો પર 75 મિસાઈલ છોડી હતી જેમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. મોતનો આંકડો વધવાની પૂરી શક્યતા છે. યુક્રેનના રક્ષા મંત્રાલયે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે રશિયાએ યુક્રેન પર 75 મિસાઈલ હુમલા કર્યાં છે જેમાં 41 મિસાઈલને તોડી પડાઈ છે.

યુક્રેનની ગુપ્તચર એજન્સી એસબીયુના મુખ્ય મથકને પણ રશિયાએ નિશાન બનાવ્યું હોવાના અહેવાલ છે. છેલ્લા આઠ મહિનામાં રશિયાએ મોટાભાગે યુક્રેનની સૈન્ય છાવણીઓ અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, પરંતુ કેર્ચ-બ્રિજ પર થયેલા વિસ્ફોટ બાદ યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સીરિયામાં કાર્પેટ બોમ્બિંગ માટે મશહૂર અને સીરિયામાં યુદ્ધની હવા બદલી નાખનારા નવા જનરલ સર્ગેઇ સુરોવિચિનને યુક્રેન વિરુદ્ધ જોઈન્ટ ગ્રુપ ઓફ ફોર્સિસ ઓફ સ્પેશ્યલ મિલિટરી ઓપરેશન્સની કમાન સોંપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.