નડાબેટ જલોયા રોડ પર થયેલા માર્ગ અકસ્માત માં ભરડવા ના નવ યુવાન નો જીવન દીપ બુઝાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ વાવ ફોટો વિષ્ણુ પરમાર વાવ
ગત રોજ શરદ પૂર્ણિમા ના દિવસે સુ પ્રસિદ્ધ યાત્રા ધામ નડેશ્વરી ધામ ખાતે રાસ ગરબા નું આયોજન હોઈ સુઇગામ તાલુકા ના ભરડવા ગામ ના કુલદીપ સિંહ થાનાજી રાજપૂત ઉ.21 મિત્રો સાથે બાઇક લઈ રાત્રે 2 વાગ્યા ના સમયે પરત ફરી રહ્યા હતા ત્યારે નડેશ્વરી મંદિર થી માત્ર 2 કી.મી.દૂર જલોયા રોડ પર ટુરિઝમ પાસે અચાનક ભેંસ આડી આવી જતાં બાઇક ચાલકે કાબુ ગુમાવતા માથા ના તેમજ ગળા ના ભાગે ગંભીર ઇજા ઓ પહોંચતા તેમના સાથી મિત્રો સારવાર અર્થે સુઇગામ ખાતે ની હોસ્પિટલ માં લઇ જતાં રસ્તા માંજ કુલદીપ નો જીવન દીપ બુઝાઈ ગયો હતો.

જોકે બાઇક પાછળ બેઠેલા બે સાથી મિત્રો નો આબાદ બચાવ થયો હતો.જોકે મૂર્તક કુલદીપ સિંહ ના પિતા થાનાજી રાજપૂત નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી છે.તેમજ વ્યવસાયે બિલ્ડર છે.સેવા ના ભેખ ધારી થાનાજી રાજપૂત માં નડેશ્વરી ના પરમ ભક્ત છે.તેમજ દાનવીર દાતા હોઈ સરહદી પથક ના ભામાશા તરીકે ઓળખાય છે.કુલદીપ ની અંતિમ યાત્રા માં સામાજિક અગ્રણી ઓ રાજકીય અગ્રીઓ તેમજ ગ્રામ જનો સહિત બહોળી સંખ્યા માં લોકો જોડાઈ સદગત ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.મૂર્તક કુલદીપસિંહ બહોળું મિત્ર મંડળ ધરાવતા હતા.નાની વયે થયેલા અકાળે મોત ને લઈ કુલદીપ ના પરિવાર માં ભારે શોક ની લાગણી પ્રવતી છે.સદગત ના પરિવાર ને પ્રભુ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી લોકો એ પ્રભુ આગળ પ્રાર્થના કરી હતી..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.